વાંકાનેર: મોરબી જીલ્લામાં ગુમ, અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જામકંડોરણાના રહેવાસી કાંતિભાઈ કરશનભાઈ અઘેડાએ આવી જાહેર કર્યું હતું કે
તેના મોટા ભાઈ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અધેડા (ઉ.વ.૫૭) વાળા સાથે ટંકારાના નાના જડેશ્વર મંદિરે સેવાકાર્ય માટે આવ્યા હતા જેમાં ગત તા. ૦૯-૦૧-૨૩ રોજ કોઈને કહ્યા વિના જતા રહ્યા હતા જે ગુમ થયા હતા ગુમ થયેલ વ્યક્તિ હાલ સુરેન્દ્રનગર ખાતે હોવાની
હકીકત મળતા ટીમ બનાવી તપાસ અર્થે મોકલી હતી સુરેન્દ્રનગર અનુબંધ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતેથી રમેશભાઈ અઘેડા મળી આવતા તેના મોટા ભાઈને ટંકારા પોલીસ મથક બોલાવી પરિવારને સોપવામાં આવ્યા હતા…