માલઢોર રેઢા મૂકી કોઈને કહ્યા વિના જતો રહ્યો હતો
વાંકાનેર તાલુકાના લુણસર ગામમાંથી એક યુવાન ગુમ થયો હોય જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે તપાસ ચલાવી હતી અને યુવાનને અમદાવાદના કાલુપુરથી શોધી પરિવારને સોપવામાં આવ્યો હતો.
વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા ગોપાલભાઈ ગેલાભાઈ ધ્રાંગીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે આવીને તેનો ભાઈ નવઘણ ગેલાભાઈ ધ્રાંગીયા તા. ૦૧ જુલાઈના રોજ સવારે આઠેક વાગ્યે માલઢોર ચરાવવા નીકળ્યો હતો જે માલઢોર રેઢા મૂકી કોઈને કહ્યા વિના જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું.
જેથી વાંકાનેર તાલુકા પીએસઆઈ બી પી સોનારાની સુચનાથી ASI હકાભાઇ ચૌહાણ અને કિશનભાઈ મેર તેમજ ટેકનીકલ સોર્સના માધ્યમથી યુવાનની તપાસ ચલાવી હતી જે ગુમ થયેલ યુવાન અમદાવાદના કાલુપુર ખાતેથી મળી આવતા તેના વાલીવારસને સોપી ગણતરીની કલાકોમાં ગુમ યુવાનને શોધી કાઢવામાં સફળતા મળી હતી જે બનાવ મામલે વધુ તપાસ હકાભાઇ રામજીભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે.