હડમતીયા ગામે કારખાનામાં ગેસનો બાટલો ફાટતા ત્રણ મજૂરો દાઝી ગયા
ટંકારા: મિતાણા પાસે પાણીના ખાડામાં વીજશોક લાગતા ૬ ભેંસના મોત થયા છે અને હડમતીયા ગામે કારખાનામાં મજુરીકામ કરતા ત્રણ યુવાનોને ગેસનો બાટલો ફાટતા દાઝેલાને સારવાર માટે મોરબી લઇ જવામાં આવેલ છે…
જાણવા મળ્યા મુજબ મિતાણા પાસે પાણીના ખાડામાં વીજશોક લાગતા ૬ ભેંસના મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં વીજ તંત્રની બેદરકારીના પણ આક્ષેપો થઈ રહ્યા છે. ટંકારા તાલુકાના મિતાણા પ્રભુનગર ગામે કરમણભાઈ ગાંડુભાઈ મુંધવાની ૬ ભેંસો પાણીના ખાડામાં હતી ત્યારે તેને વીજ શોક લાગતા મોત થયા છે. ટંકારા પશુ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ભેંસોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોતનું કારણ વીજશોક હોવાનું જાહેર કર્યું છે. પીજીવીસીએલ તંત્રના ડેપ્યુટી ઈજનેર ભુવા સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે…હડમતીયા ગામે કારખાનામાં ગેસનો બાટલો ફાટતા ત્રણ મજૂરો દાઝી ગયા
ટંકારા તાલુકામાં આવેલ હડમતીયા ગામે પોલીપેકના કારખાનામાં મજુરીકામ કરી ત્યાં લેબર કવાટરમાં રહેતા ત્રણ યુવાનોને સારવાર માટે મોરબી લઇ જવામાં આવેલ છે. ગેસનો બાટલો ફાટતા ત્રણેય દાઝી ગયા હોય 108 વડે ત્રણેયને મોરબીની સિવિલે ખસેડાયા હતા…મળતી વિગતો મુજબ ટંકારા તાલુકામાં આવેલ હડમતીયા ગામે દેવ પોલીપેક નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજુરીકામ કરતા યુવાનો તેમના લેબર કવાટરમાં હતા ત્યારે ગત રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં લેબર કવાટરમાં ગેસનો બાટલો ફાટયો હતો. આ બનાવમાં રાજકુમાર રામલગનભાઈ માંજી (18), રાહુલકુમાર ભુષણકુમાર માંજી (17) અને સંતોષ સાધુભાઈ પાસ્વાન (38) રહે. હાલ દેવ પોલીપેક હડમતીયા તા.ટંકારા જી. મોરબી મુળ રહે. નાલંદા જીલ્લો (બીહાર) નામના ત્રણ મજુર યુવાનો દાઝી ગયા હોય મોરબીની સીવીલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જે પૈકી રાજકુમાર માંજીની હાલત નાજુક હોવાનું જાણવા મળેલ છે. હાલ મોરબી એ ડીવીઝન પોલીસ મથકના ડી.આર. ઝાલાએ પ્રાથમીક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરેલ છે…