વાંકાનેર: એસ.ઓ.જી.મોરબીને મળેલ બાતમીના આધારે રાતના નવ વાગ્યે જડેશ્વર મંદિર પાસે આવેલ જવાહર વિદ્યાલય પાસે બસ સ્ટેશન પાછળથી એક મિયાણા શખ્સને તમંચા સાથે ઝડપેલ છે.
વિગત એવી છે કે જડેશ્વર મંદિર પાસે આવેલ બસ સ્ટેશન પાછળથી એસ.ઓ.જી.ના સ્ટાફે જાવેદભાઈ અલ્લારખાભાઈ સંધવાણી જાતે મીયાણા (ઉ.વ.૨૫) રહે. માલાણી શેરી સંધવાણી વાસ માળીયા જી.મોરબી વાળો કે જેણે પીળા કલરનુ ટી-શર્ટ તથા રાખોડી કલરનું જીન્સનુ પહેરેલ હતું તેના પેન્ટના નેફામાંથી
એક દેશી હાથ બનાવટનો લોખંડનો તમંચો મળતા આર્મ્સ એકટ કલમ- ૨૫(૧-બી)એ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ ગુનો નોંધી આ તમંચો નંગ-૧ ની કિંમત રૂપીયા ૫,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.
આ કાર્યવાહી એ.એસ.આઇ. એસ.ઓ.જી.મોરબી ફારૂકભાઈ યાકુબભાઈ પટેલ મો.નં.૯૮૨૪૩૭૬૩૦૨, એસ.ઓ.જી.મોરબીના એ.એસ.આઈ. કિશોરદાન ગંભીરદાન ગઢવી અને પો.કોન્સ કમલેશભાઈ કરશનભાઈ ખાંભાલીયા દ્વારા કરવામાં આવી હતી.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો