વાંકીયા, પંચાસીયા બાદ રાજાવડલા ગામે પહોંચ્યા
રૂબરૂ મુલાકાતની લોકોમાં સારી અસર પડે છે
અણઉકેલ પ્રશ્નો હલ કરવા આગેવાનોને ખાત્રી
વાંકાનેર: વાંકાનેર-કુવાડવા વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા તેમની ટીમ દ્વારા તાલુકા ગ્રામ્ય પ્રજાની પાયાની સુવિધા સહિત પ્રજાને પડતી મુશ્કેલીની જાત માહીતી મેળવવા ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ ખેડી રહ્યા છે.
તેઓએ તાજેતરમાં પ્રથમ વાંકીયા, પંચાસીયા બાદ રાજાવડલા ગામે પહોંચ્યા હતાં. જયાં ગ્રામ્ય વિસ્તારના આગેવાનો સરપંચ અગ્રણીઓ અને ત્યાંના રહીશોની ઉપસ્થિતિમાં જ જાહેર ચર્ચાઓ કરી હતી.
પ્રજાને પડતી વિવિધ મૂશ્કેલીઓ જાણી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી તુરંત પ્રશ્નો હલ કરવાની ખામી આપી હતી. તેમના આ પ્રવાસ દરમ્યાન ધારાસભ્ય ઉપરાંત મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી અશ્વીનભાઈ મેઘાણી, વ્યાપારી અગ્રણી ડાયાલાલ સરૈયા, યુવા અગ્રણીઓ અમિતભાઈ સેજપાલ, મોનાભાઈ માલધારી, ગૌતમભાઈ ખાંડેષા, ધર્મેન્દ્રસિંહ (ધમભા) ઝાલા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતાં.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજાવડલા ગામનાં મસાણની મેલડી માતાજીના મંદિરે શિશ ઝુકાવી માંના આશિર્વાદ લીધેલ હતાં.