વર્ષ 2025/26 ની ગ્રાન્ટ ફાળવણી
કમરાના બંધ ખૂણે છાનામાના ગ્રાન્ટ ફાળવવાની પ્રથા પર રોક
કોન્ટ્રાકટર પાસેથી ટકાવારી લેતા હોવાના આક્ષેપની શક્યતા જ રદ કરી
વાંકાનેર: ગુજરાતમાં સરકાર કોઈ પણ પક્ષની હોય, ધારાસભ્ય કોઈ પણ પક્ષનો હોય બધા ધારાસભ્યોને એપ્રિલ 2025 થી અઢી કરોડની ગ્રાન્ટ મળે છે, અલબત્ત, આ ગ્રાન્ટમાંથી પોતપોતાના વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ રૂ. 50 લાખ વાપરવાની શરત છે, ધારાસભ્યને મળતી ગ્રાન્ટનો આ આંકડો પહેલા દોઢ કરોડનો હતો ઘણા વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, આમ છતાં કોંગ્રેસના ધારાસભ્યને પણ આ ગ્રાન્ટ જે ગામમાં જે કામ માટે વાપરવી હોય, ત્યાં ફાળવી શકે છે, વિરોધી પક્ષની સરકાર પણ આમાં કાપ મૂકી શકતી નથી
ગુજરાતમાં ભૂતકાળમાં કેટલાક ધારાસભ્ય/ સંસદ સભ્ય પર આ ગ્રાન્ટમાં કમિશન કે કોન્ટ્રાકટર પાસેથી ટકાવારી લેતા હોવાના આક્ષેપ થયેલા છે, ત્યારે વાંકાનેર વિસ્તારના હાલના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ એક નવો ચિલો ચાતરીયો છે, કમરાના બંધ ખૂણે છાનામાના કોઈ એક આગેવાન કે કોન્ટ્રાકટરની ભલામણ મુજબની ગ્રાન્ટ ફાળવવાને બદલે જે તે ગામની મુલાકાત વખતે ગ્રામજનોની હાજરીમાં માંગણી મુજબની ગ્રાન્ટ ફાળવે છે, જેથી સમગ્ર ગામનું હિત જળવાઈ રહે છે, અને ગ્રામજનોમાં પોતિકાનો ભાવ જાગે છે, એમની આ રીત સરાહનીય છે, ધારાસભ્યએ વર્ષ 2025/26 માં ફાળવેલ ગ્રાન્ટની વિગત નીચે મુજબ છે….
શેખરડી તા:11/5/2025 રૂપિયા 300000/ કામ: સીસી રોડનું કામ
તીથવા તા:12/5/2025 રૂપિયા 500000/ કામ:સીસી રોડનું કામકુંડલીનુ તળાવ ઊંડું ઉતારવું
ભેરડા તા:12/5/2025 રૂપિયા 500000/ કામ:નવું તળાવ ઊંડું ઉતારવું રોડ વાળું
ખેરડી તા:12/5/2025 રૂપિયા 300000/ કામ:મચ્છો માતાજીના મંદિરથી પેવર બ્લોક
ગૌરીદડ તા:12/5/2025 રૂપિયા 300000/ કામ:ભરત કરમશી વાડી પાસે કોઝવે
વાંકાનેર શહેર તા:2/6/2025 રૂપિયા 200000/ કામ:આરસીસી બેન્ચ (બાંકડા) નાખવા
વાંકાનેર તાલુકા તા:2/6/2025 રૂપિયા 500000/ કામ:આરસીસી બેન્ચ (બાંકડા) નાખવા
રાજકોટ તાલુકા તા:2/6/2025 રૂપિયા 500000/ કામ:આરસીસી બેન્ચ (બાંકડા) નાખવા
ભલગામ તા:2/6/2025 રૂપિયા 500000/ કામ:ધના પોલાના ઘરથી પ્રવીણ સાતાના ઘર સુધી પેવર બ્લોક
ખાનપર તા:4/6/2025 રૂપિયા 300000/ કામ:જીવરાજ રૂખડના ઘરથી વાઘજી બેચરના ઘર તરફ પેવર બ્લોક
પલાંસ તા:4/6/2025 રૂપિયા 500000/ કામ:જુના સનનું તળાવ ઊંડું ઉતારવા
વરડુસર તા:4/6/2025 રૂપિયા 500000/ કામ:વરુડી માતાજી વાળું તળાવ ઊંડું ઉતારવા
લુણસર તા:10/6/2025 રૂપિયા 500000/ કામ:નવું તળાવ ઊંડું ઉતારવા
ભાટિયા તા:27/6/2025 રૂપિયા 500000/ કામ:ભૂગર્ભ ગટર બનાવવા
ઠીકરીયાળા તા:27/6/2025 રૂપિયા 300000/ કામ:બાબુ જેરામના ઘરથી હસુ મેનાના ઘર પેવર બ્લોક
રાતડીયા તા:29/6/2025 રૂપિયા 300000/ કામ:ધીરુ જીવણના ઘરથી ભીખા ધરમશીના ઘર પેવર બ્લોક
રાતડીયા તા:29/6/2025 રૂપિયા 300000/ કામ:વાલજી સુરાના ઘરથી સિંધા માલાના ઘર પેવર બ્લોક
સમઢીયાળા તા:29/6/2025 રૂપિયા 300000/ કામ:શીતળા માતાજી તળાવ ઊંડું ઉતારવા
અદેપર તા:29/6/2025 રૂપિયા 400000/ કામ:સ્મશાનથી ગામ તરફ રસ્તા પર પેવર બ્લોક
માટેલ તા:28/6/2025 રૂપિયા 300000/ કામ:વાલ્મિકી સમાજ સ્મશાનમાં ઓરડો બનાવવા
ભીમગૂડા તા:28/6/2025 રૂપિયા 300000/ કામ:અણદાભાઈના ઘરથી મુકેશભાઈના ઘર તરફ પેવર બ્લોક
જાળીયા તા:2/7/2025 રૂપિયા 400000/ કામ:ખોરાણા રોડથી શૈલેષ વીરજી કેરાળિયાના ઘર તરફ સીસી રોડ
મેસરીયા તા:3/7/2025 રૂપિયા 500000/ કામ:રામજી મંદિર જાહેર ચોકમાં પેવર બ્લોક
સતાપર તા:23/7/2025 રૂપિયા 400000/ કામ:ધીરામામાના ઘરથી વિનોદ લખમણના ઘર તરફ સીસી રોડ
વિનયગઢ તા:23/7/2025 રૂપિયા 400000/ કામ:હોલમાતા મંદિરથી ધાનાભાઈ સુરજભાઈ ઘર તરફ પેવર બ્લોક
સોખડા તા:23/7/2025 રૂપિયા 500000/ કામ:જય જલારામ ઇન્ડ. એસ્ટેટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર
સણોસરા તા:3/9/2025 રૂપિયા 500000/ કામ:અનુજાતિ વિસ્તારમાં સીસી રોડ
દીઘલિયા તા:3/9/2025 રૂપિયા 300000/ કામ:સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલ
વઘાસીયા તા:11/10/2025 રૂપિયા 500000/ કામ:તળાવ ઊંડું ઉતારવા
દેરાળા તા:27/7/2025 રૂપિયા 300000/ કામ:મેઈન બજારમાં પેવર બ્લોક
ઘંટેશ્વર તા:31/10/2025 રૂપિયા 705090/ કામ:ક્રિષ્ના હાઈથી નાયરા પંપ વર્ધમાનનગર રોડ પર સ્ટ્રીટ લાઈટ
કુવાડવા તા:1/11/2025 રૂપિયા 300000/ કામ:બાયો કેમેસ્ટ્રી ફૂલી મશીન સીએચસી સેન્ટર
વાંકાનેર તા:1/11/2025 રૂપિયા 300000/ કામ:આરસીસી બેન્ચ વાંકાનેર શહેર
પંચાસીયા તા:26/11/2025 રૂપિયા 500000/ કામ:જાંપાથી મેલડી માતાજીના મંદિર સુધી પેવર બ્લોક
વાંકાનેર તાલુકા તા:26/11/2025 રૂપિયા 300000/ કામ:દરેક ગામમાં આરસીસી બેન્ચ
ખીજડીયા તા:29/11/2025 રૂપિયા 300000/ કામ:ગંગાસુર તળાવ ઊંડું ઉતારવા
ખીજડીયા તા:29/11/2025 રૂપિયા 200000/ કામ:શ્મશાનમાં સ્નાન ઘાટ બનાવવા
ખીજડીયા તા:29/11/2025 રૂપિયા 250000/ કામ:શ્મશાનમાં આરસીસી બેન્ચ મુકવા
પલાંસ તા:30/11/2025 રૂપિયા 500000/ કામ:કરણા ભુવા મેલડી માતાજી મંદિર તરફ સીસી રોડ
ખેરવા તા:23/10/2025 રૂપિયા 250000/ કામ:ખારીનું તળાવ ઊંડું ઉતારવા
ખેરવા તા:23/10/2025 રૂપિયા 250000/ કામ:ખડાનું તળાવ ઊંડું ઉતારવા
કણકોટ-2 તા:10/12/2025 રૂપિયા 300000/ કામ:શ્મશાનમાં કંપાઉન્ડ વોલ
જુના કણકોટ તા:10/12/2025 રૂપિયા 300000/ કામ:કંચનબાના ઘરથી હનુમાન મંદિર તરફ પેવર બ્લોક
ચાંચડીયા તા:11/12/2025 રૂપિયા 300000/ કામ:ધાવડી માતાજીના મઢથી ઘુસા લખમણ ઘર તરફ પેવર બ્લોક
કાશીપર તા:11/12/2025 રૂપિયા 400000/ કામ:રામજી મંદિર ચોક પેવર બ્લોક
રાજકોટ તા:20/12/2025 રૂપિયા 180000/ કામ:વોર્ડ નં. 3 માં આરસીસી બાંકડા
