જીનપરામાં બનતા રોડ પર પાલિકાના હોદ્દેદારો-સદસ્યોની ઉપસ્થિતિ
વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના માર્ગો મરામત માંગી રહ્યા છે તેવી વ્યાપક ફરીયાદો મતદાર પ્રજાની ઉઠવા પામી હતી. જેના અનુસંધાને ગુજરાત રાજયના મુખ્યમંત્રીએ મોટાભાગના શહેર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગોને મજબૂત કરવાના આદેશો કર્યા બાદ મોટાભાગના માર્ગો મજબૂત થવા લાગ્યા છે.


ત્યારે વાંકાનેર શહેરના મુખ્ય રોડ એવા જીનપરા વિસ્તારમાં સૌનો સાથ સૌનો વિકાસ વિકસીત વાંકાનેર વિકસીત ગુજરાતના ભાગરૂપે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ડામર રોડની કામગીરીનું નિરીક્ષણ કરી ચાલુ કામની મુલાકાત કરી હતી.


જે જીનપરા ચોકથી વાંઢા લીમડા ચોક સહિત મુખ્ય માર્ગોનું કામ શરૂ થઈ ગયું છે. ત્યારે જીનપરા ચોકનું વાંકાનેરનો મુખ્ય માર્ગ ડામર રોડથી મજબૂત થવાનું કાર્ય શરૂ છે ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ ચાલુ કામની મુલાકાત લીધી હતી…
