સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ માહિતીઆપી
વાંકાનેર કુવાડવા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીનો વિજય થયા બાદ તેઓ આજે વાંકાનેર તાલુકામાં રત્ન ટેકરી ઉપર બિરજતા સુપ્રસિદ્ધ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને તેના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા ત્યારે મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદી, મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી હિરેનભાઇ પારેખ, કારોબારી સભ્ય ગુજરાત પ્રદેશ યુવ ભાજપ ચેતનગીરી ગોસ્વામી, પીએસઆઈ બી.પી. સોનારા સહિતના હાજર રહ્યા હતા તેવું સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યુ હતું