૨ નળી ૮૦ થી ૮૫ ટકા બ્લોક આવેલ
વાંકાનેર: અહીંના ભાજપના ધારાસભ્ય અને રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીની તબિયત અચાનક અસ્વસ્થ થતા તેઓને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

જીતુભાઈ સોમાણીને અચાનક પરસેવો વળવા લાગતા અને બેચેની જેવું જણાતા પ્રાથમિક સારવાર વાંકાનેર લઈને રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, ડો. હિરેનભાઈ પારેખ સહિતના સાથે રહ્યા હતા.

રાજકોટમાં જીતુભાઈ સોમાણીની સારવાર સિનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરીયાની આગેવાનીમાં ટીમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. સોમવારે પણ જીતુભાઈ સોમાણીની તબિયત બગડી હતી અને બેચેની તથા નબળાઈ જેવું લાગતું હતું. તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં સારવાર બાદ તેઓ સ્વસ્થ થતા ગઈ રાત્રે જીતુભાઇ સોમાણીને સિર્નજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીતુભાઇ સોમાણીની ૨ નળી ૮૦ થી ૮૫ ટકા બ્લોક આવતા સાતમ-આઠમ પછી રાજકોટ કે અમદાવાદમાં વિશેષ સારવાર કરાશે….
