પંચાસીયા, કણકોટ અને કાશીપરની મુલાકાત લીધી
વાંકાનેર: અહીંના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ લોકસંપર્કના ભાગ રૂપે પંચાસીયા, કણકોટ અને કાશીપર ગામની મુલાકાત લીધી હતી અને લોક પ્રશ્નો સાંભળી ઉકેલની દિશામાં પ્રયત્નો કર્યા હતા વધુ વિગત અને ફોટાઓ નીચે મુજબ છે …

તારીખ. ૧૧/૧૨/૨૦૨૫ ને ગુરુવારનાં રોજ વાંકાનેર તાલુકાનાં કાશીપર ગામની મુલાકાત લીધી હતી, તે પ્રસંગે બહોળી સંખ્યામાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોક પ્રશ્નો સાંભળી, જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટેની ખાત્રી આપી હતી.

તારીખ 10/12/2025 ને બુધવારનાં રોજ ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી સાહેબે વાંકાનેર તાલુકાનાં કણકોટ ગામની મુલાકાત લીધી હતી, તે પ્રસંગે કણકોટ ગામનાં સરપંચ શ્રી ગાંડુભાઈ સારદિયા, કીરીટસિંહ ઝાલા, મુકેશભાઈ સારદિયા, સુખાભાઈ રાઠોડ, ગાંડુભાઈ રાઠોડ રાઘવભાઈ ડાભી, રસીકભાઈ ડાભી સહિત બહોળી સંખ્યામાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં અને ધારાસભ્ય સાહેબે લોક પ્રશ્નો સાંભળી, વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટેની ખાત્રી આપી હતી..


તારીખ 26/11/2025 ને બુધવારનાં રોજ ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી સાહેબ તેમજ વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, અને વાંકાનેર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર શ્રી રમેશભાઈ વોરા એ વાંકાનેર તાલુકાનાં પંચાસીયા, ગામની મુલાકાત લીધી હતી, તેમજ સૌ ગ્રામજનો દ્વારા ધારાસભ્ય શ્રીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી સાહેબે લોક પ્રશ્નો સાંભળી, જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટેની ખાત્રી આપી હતી..



