કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ધારાસભ્યે શાળાની દીકરીઓને વિધાનસભાની મુલાકાત કરાવી

ધારાસભ્યે શાળાની દીકરીઓને વિધાનસભાની મુલાકાત કરાવી

વાંકાનેર: તાલુકાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક પહેલરૂપ બની રહે તેવા કાર્યક્રમ અંતર્ગત તા. 24 માર્ચ 2026, મંગળવારના રોજ વાંકાનેર ગર્લ્સ હાઈસ્કૂલ તથા કન્યા શાળા નં. 4ની કુલ 175 દીકરીઓ માટે ગાંધીનગર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસનું નેતૃત્વ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રવાસ દરમિયાન દીકરીઓને ગુજરાત વિધાનસભાની મુલાકાત કરાવવામાં આવી, જ્યાં લોકશાહી પ્રણાલી, વિધાનસભાની ગૌરવસભર પરંપરા અને જાહેર જીવનના મૂલ્યો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓએ વિધાનસભાની કાર્યપ્રણાલી નજીકથી નિહાળી અને લોકતંત્રના મહત્વને સમજવાનો અવસર મેળવ્યો.

આ મુલાકાત દરમિયાન દીકરીઓને રાજ્યના અગ્રણીઓ સાથે પણ મળવાનો સન્માન મળ્યો, જેમાં જીતુભાઈ વાઘાણી, રિવાબા જાડેજા, પ્રવીણભાઈ માળી, કમલેશભાઈ પટેલ તથા સંજયસિંહ મહિડાજીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ નેતાઓ સાથે સંવાદ કરી પ્રેરણા મેળવી.વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

વિદ્યાર્થીઓ માટે પ્રવાસને વધુ યાદગાર બનાવવા માટે ત્યારબાદ અક્ષરધામ મંદિર તથા ઇન્દ્રોડા નેચર પાર્કની મુલાકાત પણ ગોઠવવામાં આવી હતી. સમગ્ર પ્રવાસ આનંદમય અને જ્ઞાનવર્ધક રહ્યો હતો. આ પહેલ દ્વારા દીકરીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ અને જાહેર જીવન પ્રત્યે રસ વિકસાવવાનો પ્રયાસ સફળ બન્યો હોવાનું જણાઈ આવ્યું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!