કિલોના ૩૪ પૈસાના નજીવા ભાવથી રેશનકાર્ડ દીઠ પાંચ ગાંસડી ઘાસનું વિતરણ શરૂ કરાયું
(દ્વારકાધિશ લચ્છી-વાંકાનેર દ્વારા): વાંકાનેર વિસ્તારના માલધારીઓ માટે પશુઓ માટે ઘાસચારો મળી રહે, તે માટે વાંકાનેર કુવાડવા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્ય સરકારમા રજૂઆત કરવામાં આવી હતી.




જેને પગલે સોમાણીની રજૂઆતને પગલે સરકાર દ્વારા ૧.૬૩ લાખ કિલો ઘાસ મંજૂર કરવામાં આવ્યું હતુ અને તે પણ એકદમ સસ્તા દરે તેથી પશુ પાલકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.
હાલ મોરબી રોડ પર નર્સરી પાસેના વન વિભાગના ગોડાઉન પરથી તાલુકાના માલધારીઓને રેશનકાર્ડ દીઠ પાંચ ગાંસડી ઘાસનું વિતરણ શરૂ કરાયું છે. જ્યા માલધારી સમાજના અગ્રણી ભાજપના માલધારી સેલના મહામંત્રી કાનાભાઈ પી ગમારા, કેરાળા મંદિરના મહંત અને માલધારી સમાજના મોભી મુકેશ ભગત, તીથવાના હીરાભાઈ રાવા , ટપુભાઈ સહિતના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. વન વિભાગના ગોડાઉન ખાતે નિવૃત્ત આર.એફ.ઓ. સી. વી. સાણજા વિતરણ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.