ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં આવેલ બી.ડી.સી. પોલીફેબ એલ.એ લ.પી કારખાનામાં મજુરી કામ કરતા શખ્સનો તા.૨૭/૦૪/૨૦૨૫ ના રાત્રીના કારખાનાના ખુલ્લા મેદાનમાં ખાટલા પર ઓશીકાના બાજુમાં રાખેલ મોબાઈલ અજાણ્યો માણસ ચોરી ગયાની ફરિયાદ લખાઈ છે…
જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમ બી.ડી.સી. પોલીફેબ એલ.એલ.પી કારખાનાના ખુલ્લા મેદાનમાં ફરિયાદી શેરારામ બુધારામ ચૌહાણ (ઉવ. ૪૨) રહે. હાલ હીરાપર ગામની સીમ બી.ડી.સી. પોલીફેબ એલ.એલ.પી કારખાનાના લેબર કવાટરમાં તા.ટંકારા મુળ રહે. ગામ સોનીયાસર ઉચાઇડા વાસ તા. શ્રીડુંગરગઢ જી.બીકાનેર રાજસ્થાન સુતા હોય દરમ્યાન તેમનો વીવો કંપનીનો Y-56 મોબાઇલ જેના IMEI નં-865437064825530 કિંમત રૂપીયા ૧૦,૦૦૦/- વાળો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ છે, પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ. કલમ- ૩૦૩(૨) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…