વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા સંજયભાઈ રસિકભાઈ તલસાણીયા જાતે સુથાર (30) અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા મહિનાઓ પહેલા ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરની બાજુમાં મેળો યોજાયો હતો જેમાં તે આવ્યો હતો અને મેળાના ગ્રાઉન્ડ ખાતેથી તેના મોબાઈલની ચોરી કરવામાં આવેલ હતી.
જેથી કરીને ઓપો કંપનીના 5000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને એલસીબીની ટીમ દ્વારા આ ગુનામાં આરોપી જસવંત બાબસિંગ સોલંકી (39) રહે. વાઘોડિયા ચોકડી ઓવરબ્રિજ નીચે વડોદરા મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરેલ છે…
પોલીસ સ્ટેશનેથી
ટ્રાફિકના નિયમના ભંગ:
(1) વાંકાનેર વેલનાથપરા ભારત ઓઇલ મિલ પાછળ રહેતા આશીફ ઇબ્રાહિમભાઈ કેડા અને (2) ભલગામના વીરાભાઇ ભલાભાઈ મારુ સામે ટ્રાફિકના નિયમના ભંગ કાર્યવાહી
સર્પ આકારે ચલાવતા:
જાલીડા ધર્મભક્તિ સિરામિકમાં રહેતા (મૂળ ચોટીલા તાલુકાના) મગન ભનાભાઇ કંબોયા નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવતા પોલીસ ખાતાએ બાઈક સાથે ધરપકડ કરી…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો