અડધી રાત્રે બહાનું કરી ઓફિસે બોલાવેલ
વાંકાનેરમાં મોબાઇલ હપ્તેથી લઇ દીધેલ અને એના હપ્તા ભરતા ન હોય જેથી મોબાઇલના હપ્તા ભરવા માટે રૂપીયા માગતા ગમેલ ન હોય જેનો ખાર રાખી એક શખ્સ સાથે મારામારી ઝગડો કરવાનો બનાવ બન્યો છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેરમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા અને રાજકોટ રોડ વૃંદાવન પાર્ક સોસાયટી રાજદીપસિંહ ઝાલાના મકાનમા રહેતા હાર્દીકભાઇ વાસાભાઇ સોલંકી જાતે કારડીયા રજપૂત (ઉ.વ.૨૩) મુળ રહે. તા.વેરાવળ જી ગીર સોમનાથ વાળાએ ફરીયાદ કરેલ છે કે પોતે વધાસીયા ટોલનાકા પાસે અર્જુન ચેમ્બરમાં શીવકૃપા ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે. તા.૨૮/૧૦/૨૦૨૩ ના રોજ જગાભાઇ લખમણભાઇ ચાવડા રહે. પોરબંદરવાળાનો રાત્રે ફોન આવેલ અને ટ્રાન્સપોર્ટ ઓફીસે બોલાવેલ. ફરિયાદીએ ફોન કાપી નાખતા ફરી બીજા નંબરથી જગાભાઇનો ફોન કરી ટ્રાન્સપોર્ટને લગતુ કામ છે, તેમ કહેતા પોતાની ફોર વ્હીલ ગાડી વોકસવેગન નંબર GJ-32-AA-9652 વાળી લઇને એકલા વધાસીયા ટોલનાકા પાસે આવેલ ટ્રાન્સપોર્ટે રાત્રીના દોઢેક વાગ્યા વખતે ત્યા ગયેલ.
ત્યા જગાભાઇ તથા તેના સંબધી કીશોરભાઇ ધાનાભાઇ ચાવડા રહે. પોરબંદર વાળા બન્ને સ્વીફ ગાડી નંબર GJ-11-CL-0032 વાળી લઇને હાજર હતા અને જગાભાઇ ફરિયાદીને કહેવા લાગેલ કે તુ કીશોરભાઇ પાસે કેમ મોબાઇલના બાકી રૂપીયા માગે છે. ગાળો આપવા લાગેલ અને જગાભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ લાકડી વતી પગમા સાથળમા તથા નળાના ભાગે તથા ડાબા હાથના અગુઠા પાસે મારેલ. તેની સાથેના કીશોરભાઇએ પકડી રાખેલ. પોતાની ઓફીસમા કામ કરતા દેવાભાઇ ભીખુભાઇ મારૂ (રબારી) આવી જતા જવા દીધેલ હતો
ફરિયાદી ફોર વ્હીલ ગાડી વોકસ વેગન લઇને વધાસીયા ટોલનાકા ક્રોસ કરતા એમની પાછળ સ્વીફટ કાર લઈને બન્ને જણા ગાડી આગળ રખાવી નીચે ઉતારી જગાભાઇ કહેવા લાગેલ કે આજે તો તુ બચી ગયો હવે પછી જો કીશોરભાઇ પાસે રૂપીયા માગીયા તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી. પોલીસ ખાતાએ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે.