ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી 12 સાયન્સની ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજકેટની પરીક્ષાના પરિણામમાં વાંકાનેરની મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. વાંકાનેર ટોપ-૧૦માં મોડર્ન સ્કૂલના ૭-૭ વિદ્યાર્થીઓને સ્થાન મળેલ છે.
….ગુજકેટમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના Top-10 વિદ્યાર્થીઓ….
જેમા સૌથી વધુ મોડર્ન સ્કુલના (7-7) વિદ્યાર્થીઓ, જ્ઞાનગંગા સ્કુલના 4 વિદ્યાર્થીઓ, વી.એસ. શાહ સ્કુલના 2 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતી મોડર્ન સ્કુલની વિદ્યાર્થીની વાંકાનેર કેન્દ્રમાં અત્યાર સુધીના સૌથી વધુ ગુણ 114.50 સાથે પ્રથમ ક્રમે શેરસીયા શરમીન મોહયુદીનભાઈ આવેલ છે જેનો PR 99.90 છે. શરમીન મોડર્ન સ્કુલની વિદ્યાર્થીની છે. PR ની દ્રષ્ટિએ આકલન કરીએ તો સમગ્ર બોર્ડમાં દસમાં નંબર સુધીમાં આવી જાય છે જે વાંકાનેર કેન્દ્રમાં ગૌરવની વાત છે. શરમીનની આ સફળતા માટે શાળાની સખત મહેનત અને માતા – પિતા અને દાદાની દેખરેખને કારણરૂપ માને છે. જે ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા યુસુફભાઈ શેરસીયા (અક્સા ટ્રાવેલ્સ) ની પૌત્રી છે. શરમીન શાળાના કોચિંગ હેઠળ નજીકના દિવસોમાં લેવાનાર NEET પરીક્ષાની તૈયારી કરી રહી છે. જેમા ઉજ્જવળ દેખાવ કરી M.B.B.S માં એડમીશન લેવા ઈચ્છે છે.
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં છઠ્ઠા ક્રમે ચારોલીયા મહેર અલીઅશગર આવેલ છે. તેમણે 106.26 ગુણ મેળવેલ છે. જેના PR 99.30 છે, જે તીથવા ગામે આવેલ બ્રિલીયન્ટ સ્કુલના સંચાલક અને અરણીટીંબા ગામના વતની ચારોલીયા અલીઅશગર સાહેબની પુત્રી છે. આ વિદ્યાર્થીની પણ મોડર્ન સ્કુલની છે. જે હાલ શાળાના કોચીંગ હેઠળ નજીકના દિવસોમાં લેવાનાર NEET પરીક્ષાની તૈયારી કરી રહી છે. જેમા ઉજ્જવળ દેખાવ કરી તે M.B.B.S માં એડમીશન લેવા ઈચ્છે છે.
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં સાતમાં ક્રમે ચારોલીયા મહંમદસુજાન શાહબુદિન આવેલ છે. તેમણે 104 ગુણ મેળવેલ છે. જેના PR 98.96 છે. જે અરણીટીંબા ગામે આવેલ અમીયલભાઈ બાદી હાઈસ્કુલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને અરણીટીંબા ગામના વતની ચારોલીયા શાહબુદિનભાઈનો પુત્ર છે. આ વિદ્યાર્થી પણ મોડર્ન સ્કુલનો છે. જે હાલ શાળાના કોચીંગ હેઠળ નજીકના દિવસોમાં લેવાનાર NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. જેમા ઉજ્જવળ દેખાવ કરી તે M.B.B.S માં એડમીશન લેવા ઈચ્છે છે.
આમ આ વખતે વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમે અને Top 10 માં સૌથી વધુ વિદ્યાર્થીઓ મોડર્ન સ્કુલના હોવાથી આ સમયે સમગ્ર શાળા પરીવાર તેમને ખુબ ખુબ અભીનંદન પાઠવે છે.