બાઈક સ્લીપ થઇ જતા બનેલો બનાવ: મોરબી સારવારમાં
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા રૂકશાનાબેન નિઝામુદ્દીન દેકાવાડીયા (૪૨) નામની મહિલા ઘરેથી વાડીએ બાઈકમાં પાછળના ભાગે બેસીને જતી હતી,
જાણવા મળ્યા મુજબ, ત્યારે કોઈ કારણોસર તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું; જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો. તેમાં રુકસાનાબેન દેકાવાડિયાને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા. અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે.