કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

“સુરત” શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

ઈસ્વીસન 1899 માં સમગ્ર દેશમાં ચોમાસુ નિષ્ફ્ળ ગયેલું, તેથી ઈસ્વીસન 1900 એટલે કે વિક્રમ સવંત 1956 માં પડેલ દુષ્કાળને છપનીયો દુષ્કાળ કહેવામાં આવે છે. આજથી સવાસો વર્ષ પહેલા પડેલા આ દુષ્કાળમાં વાંકાનેરમાં મોમીન શેરીમાં રહેતા મોમીનો (ખાસ કરીને માણસિયા કુટુંબ) સુરતમાં રોજીરોટી માટે ગયા, એમની સાથે વાંકાનેર વાણીયા શેરીમાં રહેતા વાણિયાઓએ મુંબઈ સ્થળાન્તર કરેલું. વાંકાનેરમાંથી બીજા શહેરમાં રહેવા ગયેલા મોમીનોમાં સુરત પ્રથમ સ્થાને છે, કુલ મળીને લગભગ સવાસો જેટલા ઘર વાંકાનેરના મોમીનોના સુરતમાં છે, વાંકાનેરના ઘણા મોમિનોનો બેટીનો વ્યવહાર પણ સુરત સાથે રહેલો છે.

સમયાંતરે ઘણા-બધા વાંકાનેરથી ગયેલ મોમીનો સુરત શહેરના સલાબતપુરામાં વસવાટ કરે છે. મુખ્ય ધંધો- ટેક્સટાઈલ્સ મશીનોથી ગુજરાન ચલાવે છે. જેને વાંકાનેર મોમીન જમાતથી ઓળખવામાં આવે છે. સલાબતપુરા ઉપરાંત સુરતમાં ઉન વિસ્તારમાં પણ વાંકાનેરી મોમીનો રહે છે, ઉન પહેલા એક ગામડું હતું, જેનો હવે સુરત કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલ છે. ઉન સુરત રેલવે સ્ટેશનથી લગભગ 12 કિલોમીટરના અંતરે આવેલ છે. ઉનમાં વસતા વાંકાનેરનાં ગામડાનાં મોમીનોએ એક “ઘી વાંકાનેર મોમીન જમાત વેલ્ફેર સોસાયટી ઉન-સુરત” થી સંસ્થા રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. આ ધાર્મિક ટ્રસ્ટ વકફમાં પણ નોંધાયેલ છે. સ્થાપના તારીખ 21/3/1986 ના રોજ કરવામાં આવેલ છે, જેમાં

સૌથી વિશેષ ફાળો ખોરજીયા વી. આઈ. (એકાઉંટન્ટ) જોધપરવાળા અને ટોળ ગામનાં બાદી અબ્દુલરહીમ આહમદભાઇ, ખીજડીયા ગામના ચૌધરી અમીન જીવાભાઈ તથા વાલાસણ ગામના ખોરજીયા અબ્દુલ મીમનજીભાઈ વિગેરેનો પણ રહેલ છે. આ જમાતમાં ૬૦ સભ્યો છે, જેમાં વધારે સભ્યો – લગભગ 30 કુટુંબ ઉનમાં રહે છે. ઉન-માં મસ્જીદ, મદ્રેસા, કબ્રસ્તાન, હોલ વિગેરે બનાવેલ છે. હાલ પ્રમુખ તરીકે મહીકા ગામના બાદી હુસેન જીવાભાઈ છે. કુટુંબ અટકવાઈઝની વાત કરીયે તો મળેલ માહિતી મુજબ ખોરજીયા કુટુંબના 15 ઘરો છે. પછી શેરસીયા 13, બાદી 11, પરાસરાનાં 6, કડીવારના 4, ચૌધરી 3, માથકીયા 3, વકાલીયા 2, દેકાવાડીયા 1, બરિયાનું 1, ભોરણીયા 1 ઘર છે. વધારે જોધપર અને મેસરિયાના ત્યાં રહે છે…
સમયની સાથે સાથે એક જગ્યાએ વસવાટ કરવા માટે ઉન મુકામે પ્લોટનું આયોજન કરેલ, તે માટે 70 પ્લોટનું બુકીંગ કરાવેલ, 8 + 8 એમ કુલ 16 પ્લોટનું જેમાં ટ્રસ્ટ વક્ફ મસ્જિદમાં સામેલ કરેલ, હાલમાં ઉનમાં “ચિશ્તીયા મસ્જિદ” થી પ્રખ્યાત છે. આ ઉપરાંત હોલ માટે ૬ પ્લોટનું આયોજન કરેલ તથા કબ્રસ્તાન માટે ૧૬ પ્લોટનું આયોજન કરેલ તેમાં 8 પ્લોટ જૂની કબ્રસ્તાનમાં છે. નવી કબ્રસ્તાન માટે 8 પ્લોટનો અલગ હિસ્સો રાખેલ છે, આ ઉપરાંત આ સંસ્થા સિવાયના લગભગ 65 કુટુંબો સુરત શહેરમાં અલગ- અલગ જગ્યાએ વસે છે.
સુરતમાં વસતા મોમીનો આપણો (વાંકાનેરમાં વસતા મોમિનોનો) જ એક હિસ્સો છે, વાંકાનેરમાં એમના ઘણા સગા, કુટુંબીજનો, મિત્રો રહે છે, એમના વિષે જાણવાની આપણી ઈચ્છા હોવી સ્વાભાવિક છે, એવીજ રીતે સુરતમાં વસતા મોમીનોને પણ વતનના સમાચાર જાણવાની ઉત્કંઠા હોય, આ માટે સુરતના મોમીન ભાઈઓના સમાચાર કમલ સુવાસ પોર્ટલમાં પ્રગટ કરવા નીચેની સૂચનાઓ વાંચો…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

નઝરૂદીન બાદી (ટોળવાળા)

Content Copying Forbidden !!

error: Content is protected !!