મહિલા સહાયતા કેન્દ્રના સરાહનીય પ્રયાસો
વાંકાનેર : અહીં મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા તાજેતરમાં એક પીડિત મહિલાને આયુર્વેદિક દવાઓની ખરીદીમાં ઓનલાઇન માધ્યમથી થયેલી છેતરપિંડીના કેસમાં નાણા પરત અપાવી ન્યાય અપાવવામાં આવ્યો છે.

પીડિતાએ જણાવ્યા મુજબ, ઓનલાઇન માધ્યમ દ્વારા આયુર્વેદિક દવાઓ ખરીદવાના બહાને એક વ્યક્તિએ આર્થિક છેતરપિંડી કરી હતી. મામલો મહિલા સહાયતા કેન્દ્ર વાંકાનેર સુધી પહોંચતા, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર તેજલબા ગઢવી દ્વારા 

સત્વરે કાર્યવાહી હાથ ધરી સંબંધિત સાથે સંકલન કરી પીડિતાને ન્યાય મળ્યો હતો. મહિલા સહાયતા કેન્દ્રના પ્રયાસોથી પીડિતાને રકમ પરત મળતા, તેમણે કેન્દ્રના મહિલા કાઉન્સેલર તેજલબા ગઢવીનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમ યાદીમાં જણાવાયું છે…
