કુલ રૂ.૭૭,૭૨૮/- નું નુકશાન
લિન્ક મોકલનાર મિલ પ્લોટના મિત્રનો મોબાઈલ હેંગ !
વાંકાનેર: અહીં રહેતા એક વૃદ્ધને તેના મિલ પ્લોટમાં રહેતા મિત્રે એક લિન્ક મોકલેલ, જે ખોલતા તેના ખાતામાંથી મોટી રકમ ઉપાડી કોઈ અજાણ્યા શખ્સે ઓનલાઇન ફ્રોડ કરી ગુનાહીત છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે, લિન્ક મોકલનારનો મોબાઈલ હેંગ થયાના પણ સમાચાર છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમ, પલાંસડીના માર્ગે રહેતા હૈદરઅલી આહમદભાઇ કટીયા (ઉવ.૭૦) ફરિયાદમાં લખાવેલ છે કે તા.૧૭/૦૩/૨૦૨૫ ના મારા મોબાઇલમાં રાત્રીના સાડા આઠ વાગ્યે ટેક્ષ મેસેજ આવતા મેં મેસેજ ખોલી જોતા મારા વાંકાનેર બેંક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટમાંથી રૂ.૪૮૮૦૮/- તથા રૂ.૨૮૯૨૦/- મળી કુલ રૂ.૭૭,૭૨૮/- ઉપાડેલ હોવાનો મેસેજ હોય જેથી
આ મેસેજ આવેલ તે મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતા થયેલ નહી, જેથી બીજા દિવસે વાંકાનેર બેંક ઓફ ઇન્ડીયાએ ગયેલ અને તપાસ કરેલ તો મારા એકાઉન્ટમાં કોઇએ ફ્રોડ કરી ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધેલ હોવાનુ જણાઈ આવેલ અને આ બનાવ બનેલ તેના ચાર પાંચ દિવસ પહેલા મારા એક સંબંધી મીલપ્લોટ વાંકાનેર વાળાના વોટસેપમાંથી એક લિન્ક આવેલ હતી, જે લિન્ક ઓપન કરેલ હતી અને
તેના કારણે મારા આ પૈસા ઉપડી ગયેલ હોવાનુ મારૂ માનવુ છે અને આ બાબતે સંબંધી સાથે વાત કરતા તેનો મોબાઇલ હેંગ થયેલ હોવાનુ જણાવેલ, જેથી મેં આ બાબતે ઓનલાઇમ ૧૯૩૦ માં અરજી ફરીયાદ કરેલ હતી અને મે મારા એકાઉન્ટનુ સ્ટેટસ કઢાવતા મારા ખાતામાથી ઉપડેલ રૂ.૭૭૭૨૮/- UPI/507602917384/DR/ D HAMJI/R, UPI/507602917565/DR/DHAMJI/RR માં જમા થયેલ હોવાનું જણાવેલ છે, જેથી આ UPI વાળાએ મારી સાથે ઓન લાઇન સાઇબર ફ્રોડ કરી ગુનાહીત વિશ્વાસધાત છેતરપીડી કરેલ હોય આ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરિયાદ છે. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૧૮ તથા આઈ.ટી એકટ કલમ ૬૬(સી) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….