કણકોટના ઉસ્માનગનીનું સંબોધન
મોરબીમા પીપલ્સ ટેર્નીંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) દ્વારા તારીખ – ૨૯/૦૯/૨૦૨૩ “ સીલીકોસીસ પીડીત આપવીતી ” કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૨૮ સીલીકોસીસ દર્દી અને ૧૩ વિધવા બહેનો જેમના પતિઓ સીલીકોસીસના કારણે અવસાન પામ્યા હતા તે હાજર હતા.
સીલીકોસીસ પીડીત કામદારો પોતાની તકલીફ રજુ કરતા કહ્યુ કે, સીલીકોસીસ થયા બાદ અમે અમારુ ઘર ચલાવી શકતા નથી. ઘરમા જે એક વ્યક્તી કામ કરતા હોય ત્યારે તેને સીલીકોસીસ થતા ઘરની આર્થીક પરીસ્થીતી તંગ બની જાય છે બાળકોને ભણતર છોડવુ પડે છે
અને દવા ખર્ચાના પૈસા પણ નથી મેળવી શકતા જીંદગી ભર જે કમાયુ હોય એની બચત દવાખાના પાછળ ખર્ચ થઈ જાય છે ઉપરથી દેણું થાય છે. જે કામદારોનો મોરબીના અર્થતંત્રમા મહત્વનો રોલ હોય ત્યા એમની સામાજીક સુરક્ષાનો પ્રશ્ન વીશે કેમ કોઈ વિચારતુ નથી.
સીલીકોસીસના કારણે કામદાર અવસાન થતા જે સુપિર્મ કોર્ટના ઓર્ડર થકી ૩ લાખ સહાય ચુકવવાના થતા હોય તે પૈકી ૧ લાખ જ ચુકવે છે અને એ ૧ લાખ મેળવા જતા પણ અવનવી ત્રુટી કાઢી અરજી રદ કરે છે.
તથા કાર્યક્રમમા અન્ય ફેક્ટીર ઈંસ્પેક્ટર રાહુલ ચૌધરી, સામાજીક કાર્યકર ઉસ્માનગની (94274 43976), આર.ટી.આઈ એક્ટીવીસ્ટ રમેશભાઈ ( આનંદી સંસ્થા ) અને ટીબી કેંદ્ર તરફથી ઈશ્વરભાઈએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમા PTRC સંસ્થાના નીયામક જગદીશ પટેલ દ્વારા વીશ્વમાં સરેરાશ દર એક લાખની વસ્તીએ 1.2 લોકો સીલિકોસિસનો ભોગ બનેલા અને 0.7 લોકો એ કારણે મૃત્યુ પામે છે. આ દર સાથે આપણે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લાઓની તુલના કરીએ તો જણાશે કે આ ત્રણ જીલ્લાની કુલ વસ્તી 72.80 લાખ વસ્તી છે. તેથી ત્રણે જીલ્લામાં થઈ કોઇપણ સમયે સિલિકોસિસનો ભોગ બનેલા 87 થી વધુ અને મૃત્યુ પામનારા 51 થી વધુ હોવા ન જોઈએ.
વઘુ હોય તો વૈશ્વિક દર કરતાં આપણો દર વઘુ કહેવાય અને તે ચિંતાજનક કહેવાય કારણ તેથી સમાજ પર આ રોગ નું ભારણ ઘણું વધુ થાય જેની અસર અર્થતંત્ર પર પડે. વળી ભોગ બનેલા કુટુંબો ને વળતર / સહાય ન મળતાં ગરીબી રેખા હેઠળ ધકેલાઈ જાય અને સરકારના ગરીબી નિવારણ ના પ્રયાસો નીષ્ફળ જાય.
ફેક્ટીર ઈંસ્પેક્ટર રાહુલ ચૌધરી એ કામદારો પોતે જાગ્રુત થાય અને બીજાને પણ જાગ્રુત કરવાની આપણે જવાબદારી લેવી જોઈએ. સામાજીક કાર્યકર ઉસ્માનગની એ સીલીકોસીસ પીડીત સંગઠન મજબુત કરવા બાબતે અગત્યની વાત રાખી. આર.ટી.આઈ એક્ટીવીસ્ટ રમેશભાઈ માહીતી અધીકાર કાયદા વીશે લોકોને સમજ આપી.
આ કાર્યક્ર્મનો હેતુ સીલીકોસીસ અંગે સરકાર શ્રી સભાન થાય અને સાચા અર્થ મા વિકાસ કરવા માટે કામદારોની પરિસ્થીતીમા સુધારા લાવા માટેનો અભિગમ અપનાવે.
અંતે ગયા અઠવાડીએ જ એક સીલીકોસીસના દર્દી સીલીકોસીસના કારણે અવસાન પામ્યા જેમની ઉમર ૪૦ વર્ષ પણ ન થઈ હતી. એમને અંતે શ્રદ્ધાંજલી આપવામા આવી.
ચીરાગ – ૭૨૨૭૦૧૧૬૦૮