કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચિત્રાખડા રોડ અઢી કરોડના ખર્ચે રિસરફેસિંગ થશે

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે વીમો પકવાડયો

‘ડ્રાઇવીંગ લાયસન્સ નથી માટે વીમો મળે નહી’ દલીલ ફગાવાઈ

મોરબીના ખાનપર ગામના મહીલાના પતિનું વાહન અકસ્માતમાં મોત થયેલ હતુ.તેમનો વિમો હતો પરંતુ કંપનીએ વીમો આપવાની ના પાડતા તે મહીલાએ ન્યાય માટે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરાવેલ હતો.જે કેસ ગ્રાહક અદાલતમાં કેસ ચાલી જતા ગ્રાહકને ૫,૦૦,૦૦૦ તથા ૫૦૦૦ અન્ય ખર્ચ પેટે વ્યાજ સાથે ચુકવવાનો વિમા કંપનીને ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે…

આ કેસની વિગત એવી છે કે મોરબીના ખાનપર ગામના વતની વાલજીભાઈ ઘોડાસરા તા.૧૪-૫-૨૪ ના રોજ વહેલી સવારે ખાનપરથી ખેતી કામ માટે જતા ખાનપર પેટ્રોલ પંપ પાસે ઝોકું આવી જતા અકસ્માત થતા તેઓનું અકસ્માતમાં મૃત્યુ નિપજયુ હતુ.તેમનો પાંચ લાખનો વીમો સહકારી મંડળી દ્વારા ચૌલા મંડલમ જનરલ ઇન્સ્યોરન્સ માં લીધેલ હતો.જેથી તેમના પત્ની કંચનબેન વાલજીભાઈ ઘોડાસરાએ તમામ કાગળો વીમા કંપનીને સમય મર્યાદામાં મોકલી આપ્યા હતા.જેમાં વીમા કંપનીએ એવું કહ્યું કે મૃતક વાલજીભાઈ ઘોડાસરા પાસે ડ્રાઇવીંગ લાયસન્સ નથી માટે વીમો મળે નહી. વીમા કંપની તરફથી યોગ્ય ન્યાય ન મળતા જાગૃત ગ્રાહક તરીકે કંચનબેન ઘોડાસરાએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.જે કેસ ગ્રાહક અદાલતમાં ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

ચાલતા અદાલતના ન્યાયમૂર્તિએ કહ્યું કે મરનાર ખેડૂતે વીમો લીધો છે,અને રેગ્યુલર પ્રિમીયમ પણ ભરેલ છે અને સુપ્રિમકોર્ટના આદેશ મુજબ ડ્રાઇવીંગ લાયસન્સ જરૂરી નથી.વીમા કંપનીની સેવામાં ખામી હોય વીમા કંપનીએ કંચનબેનને રૂપિયા પાંચ લાખ પુરા તા.૨૦-૧૧-૨૪ થી રકમ વસુલ મળતા સુધી છ ટકાના વ્યાજ સાથે આપવાનો તથા અન્ય ખર્ચ પેટે રૂા.૫૦૦૦ આપવાનો આદેશ કરવામાં આવેલ છે.ગ્રાહકને કોઈપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશા લડવું જોઈએ.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!