નિકુંજ પટેલની નિમણુંક કરવામાં આવી
વાંકાનેર: રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં આજે પ્રોબેશનમાં રહેલ ડીવાયએસપીને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જેમાં કુલ ૧૫ જેટલા ડીવાયએસપીને વિવિધ જિલ્લામાં નિમણુંક આપવામાં આવી છે. જ્યાં મોરબી જિલ્લામાં વધુ એક ડીવાયએસપી નીમવામાં આવ્યા છે.

આગામી -૨૦૨૪ની ચૂંટણીને પગલે ગુજરાત સરકાર દ્વારા પોલીસ બેડામાં બદલી અને નિયુક્તિનો દૌર શરૂ થયો છે. જેને પગલે મોરબી જિલ્લા પોલીસબેડામાં નવા ડીવાયએસપી તરીકે નિકુંજ કનૈયાલાલ પટેલની નિમણુંક કરવામાં આવી છે.

આ ઉપરાંત સરકારના ગૃહ વિભાગ દ્વારા બોટાદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ સહિત વિવિધ ૧૫ જિલ્લામાં નવા ડીવાયએસપીની નિયુક્તિ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ તમામ ડીવાયએસપી યંગ છે. તેઓનું આ પ્રથમ પોસ્ટિંગ છે. આ પોસ્ટિંગથી પોલીસ વિભાગનો બોજ હળવો બનશે.

સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
