મોરબી જિલ્લાના એસપીની બદલી: અમદાવાદ મુકાયા
મોરબી : રાજ્યના 105 આઈપીએસ અધિકારીઓની ગૃહ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની પણ બદલી કરવામાં આવી છે. તેમને અમદાવાદ એસઓજીના ડીસીપી બનાવવામાં આવ્યા છે. જ્યારે 




તેમની જગ્યાએ મોરબીના નવા જીલ્લા પોલીસ વડા તરીકે મુકેશકુમાર પટેલને મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મુકેશકુમાર પટેલ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના એસપી તરીકે હાલ ફરજ બજાવી રહ્યા હતા. તેઓ 2017ની બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ મૂળ મહેસાણાના વતની છે…