છેલ્લા દિવસે કુલ 11 સીટ ઉપર ભાજપ પ્રેરિત અને સામાપક્ષે 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
વાંકાનેર: ગુજરાતમાં એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પુરી થતા આગામી 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી જંગ માટે ગઈ કાલે ઉમેદવારો પત્રકો ભરવાના છેલ્લા દિવસે કુલ 11 બેઠકો પર ભાજપ પ્રેરિત મહિલા ઉમેદવાર અને સામાપક્ષે ચાર ઉમેદવારોએ ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી હતી.
મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંધની ચૂંટણીમાં મોરબી જિલ્લાના પાંચે પાંચ તાલુકાની 2 – 2 મળી કુલ 11 સીટમાં વાંકાનેરની 2 સીટ માટે ભાજપ પ્રેરિત એક-એક અને અન્યએ બે ફોર્મ ભરેલા હોય અને ત્યાં ફોર્મ પરત ખેંચવાની તા.13 સુધીમાં ફોર્મ પરત ન ખેંચાય તો આ સંઘની 29મીએ ચૂંટણી યોજાશે. આ મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની સ્થાપનાને 10 વર્ષ થયાં છે. આ દૂધ ઉત્પાદક સંઘ (મયુર ડેરી) મહિલાઓ સંચાલિત છે અને મહિલાઓ જ આ મયુર ડેરીનો સમગ્ર વહીવટ સંભાળે છે. જો કે 10 વર્ષના કાર્યકાળમાં આ સંઘની ચૂંટણી જ થઈ નથી. ગયા વખતે ચૂંટણી બિનહરીફ થઈ હતી. આ સંઘમાં જિલ્લાની કુલ 300 જેટલી દૂધ મંડળીઓ સંકળાયેલી છે.અને દરરોજ એક લાખ એસી હજાર દૂધનો સંગ્રહ થાય છે અને રૂ.286 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર છે.જ્યારે સંઘની ચૂંટણીમાં શરૂઆતથી જ ભાજપ પ્રેરિત પેનલનો દબદબો છે. તેથી આ વખતે ચૂંટણી થશે કે નહીં તે જોવાનું રહ્યું.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો