કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વરલી મટકાના જુગાર નેટવર્કનો પર્દાફાશ કરતી મોરબી એલસીબી ટીમ

રૂ. 9,750 ની કિંમતનાં મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયાં: મુખ્ય આરોપી ફરાર 

મોરબી એલસીબી ટીમ દ્વારા ફરી એક વખત વાંકાનેર શહેર ખાતે ચોક્કસ ખાનગી બાતમીને આધારે વરલી મટકાના જુગારનો દરોડો પાડી શહેરમાં ચાલતા વરલી મટકાના જુગારના નેટવર્કનો પર્દાફાશ કરી રૂ‌. 9,750ના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી અન્ય મુખ્ય એક આરોપી સહિત કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના વાંકાનેર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ગેબી પાન પાસે દરોડો પાડી વરલી મટકાના જુગારના આંકડા લેતા આરોપી રાજદિપસિંહ દિલુભા જાડેજા (રહે. મિલકોલોની, વાંકાનેર) રંગે હાથે ઝડપી લીધો હતો. જ્યારે આરોપી પાસે વરલી મટકાના આંકડા લખાવવા આવેલ અન્ય એક શખ્સ દેવરાજભાઈ ઉર્ફે પિન્ટો નાગજીભાઈ સુરેલા(રહે. વીશીપરા રેલ્વે સ્ટેશન પાસે, વાંકાનેર) ને પણ પોલીસે ઝડપી લીધો હતો. જેથી પોલીસે બંને આરોપીઓ પાસેથી બોલપેન, ડાયરી, મોબાઈલ, રોકડા સહિત કુલ રૂ. 9,750 ના મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવમાં ઝડપાયેલ આરોપી રાજદિપસિંહ પોતે અન્ય શખ્સ ક્રિપાલસિંહ‌ જાડેજા‌ નામના આરોપીના કહેવાથી વરલી મટકાના જુગારના આંકડા લખતો હોવાની કબૂલાત આપતા પોલીસે મુખ્ય આરોપી ક્રિપાલસિંહ જાડેજા (રહે. વાંકાનેર) સામે પણ‌ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!