કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોરબીના પીએસઆઇના સ્કૂટરને ભારે વાહન હડફેટે લેતા મોત

મોરબીના પીએસઆઇના સ્કૂટરને ભારે વાહન હડફેટે લેતા મોત

મૃતક ભુજના મોટા રૈયા ગામના જાડેજા પરિવારના

મોરબી: જિલ્લાના હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા પી.એસ.આઇ. પોતાનુ સ્કૂટર લઈને ફરજ ઉપરથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા દરમિયાન જાંબુડીયા ગામ પાસે ભારે વાહનના ચાલકે સ્કૂટરને હડકેટે લીધું હતું, ભારે વાહનના તોતિંગ વ્હીલ નીચે કચડાઈ જવાના કારણે પીએસઆઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું..
મળેલ માહિતી મુજબ મૂળ ભુજના મોટા રૈયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં હેડ ક્વાર્ટર ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અને તાલુકા પોલીસ લાઇનના કવાર્ટરમાં રહેતા બી.આર. જાડેજા એકટીવા સ્કૂટર લઈને

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એકટીવાને ભારે વાહનના ચાલકે હડકેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તોતિંગ વ્હીલ પીએસઆઇના શરીર ઉપરથી ફરી વળતા તેઓને ગંભીર ઈજા થઈ હતી અને ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું, ભારે વાહનનો ચાલાક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી છુટેલ છે બનાવની

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહન ચાલકને પકડવા માટે તજવીજ હાથ ધરી છે અને બનાવના પગલે ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!