કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા
ટંકારા: મોરબી એસઓજી ટીમને બાતમી મળેલ કે ટંકારાની મેમણ શેરીમાં રહેતા હુસેન ઉર્ફે શબલો સલીમભાઈ સોલંકી ટંકારામાં જૂની ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટમાં થળા નં.૧૮ ઉપર ફ્રુટના વેચાણની સાથે ગાંજાનું પણ ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમીને આધારે એસઓજી ટીમે શાક માર્કેટમાં કોર્ડન કરી અંગ ઝડતી લેતા ખિસ્સામાંથી તેમજ થળા નં.૧૮ માં તલાસી લેતા અલગ અલગ પ્લાસ્ટિકની કુલ ૧૭ નંગ કોથળીમાંથી ૧૧૬ ગ્રામ ગાંજો પકડી લેવામાં આવ્યો હતો. આ સાથે આરોપી હુસેન ઉર્ફે શબલાની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી…
જે બાદ પકડાયેલ આરોપી હુસેન ઉર્ફે શબલો સોલંકીને ગાંજા બાબતે વધુ સઘન પૂછતાછ કરતા આરોપી ગાંજાનો જથ્થો રાજકોટથી લઈ આવ્યો હોવાનું અને અન્ય જથ્થો પોતાના રહેણાંક મકાનમાં રાખ્યો હોવાનું જણાવતા તુરંત આરોપીના ટંકારા મેમણ શેરી સ્થિત રહેણાંક મકાને રેઇડ કરી હતી જ્યાંથી એક બેગમાં રાખેલ વધુ ૧ કિલો ૩૧૯ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે
ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ટંકારા પોલીસે તપાસ હાથ ધરી હોય આ ગાંજો ટંકારા અશાબાપિરની દરગાહ પાસે રહેતો નિઝામ ઈબ્રાહિમ આમરોણીયા લાવી આપ્યાની આરોપી એ કેફિયત આપતા ફરાર નિઝામને ટંકારા પોલીસે ઝડપી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે…
ટંકારા પોલીસે નિઝામ આ ધંધો કેટલા સમયથી કરે છે કોણ કોણ એની પાસેથી માલ લે છે અને એ કયાથી માલ લાવી વેચે છે આ ગુનામાં વધુ કેટલા લોકો સંકળાયેલા છે સહિતના મુદે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા:
ટંકારા: સરાયા ગામના યુનુસભાઇ ઉર્ફે કટુડો મામદભાઈ વીકિયા (45) પોતાનાં હવાલાવાળુ હીરો કંપનીનુ એચ.એફ. ડીલક્ષ મો.સા. રજીસ્ટર નંબર GJ 36 AN 5057 વાળુ હોય જેની કિ.રૂ. ૩૦,૦૦૦/- વાળુ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર તથા ડ્રાઇવીંગ લાયસન્સ વગર સરાયા બસ સ્ટેન્ડ પાસે જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પી ને મળી આવતા એમ.વી.એકટ કલમ ૧૮૫, ૩-૧૮૧, પ્રોહી એકટ કલમ-૬૬-૧-બી મુજબ ગુન્હો નોંધાયો છે…
હથિયાર સાથે મળી આવતા:
છતર ગામ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા વિક્રમ અબુભાઈ જખાણીયા પાસેથી છરી મળી આવતા કાયદેસર કાર્યવાહી….
