ઓનલાઇન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે
ગાંધીનગર: રાજ્યમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે.
જે અનુસાર રાજ્યમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. એટલે કે 10,000 થી વધુ જગ્યા ભરવામાં આવશે અને આ અંગે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 8 નવેમ્બર રાત્રે 12:00 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. જે 30 નવેમ્બર સુધી કરી શકાશે.રાજ્યમાં 53000 આંગણવાડી આવેલી છે. જેમાં વર્ષે કુલ દસ હજારથી વધુ ભરતી થશે.