ખીજડીયા (કુવાડવા) ધાર્મીક કામ સારૂ જવા માટે નીકળેલા
ટંકારા: વિરપર ગામ પાસે કેરી ગાડીમાં બેસી વાંકાનેર કુવાડવા રોડ ઉપર આવેલ ખીજડીયા ગામે ધાર્મીક કામ સારૂ જવા માટે નીકળેલા ત્યારે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એકદમ બ્રેક મારતા ગાડી ડાબી બાજુ પલ્ટી ખાઈ જતા ગાડીમાં બેસેલ 15 થી વધુ મહિલાઓને નાની-મોટી ઈજાઓ થઇ હતી, જેમાં ચાર મહિલાઓને વધુ ઇજા હોઈ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે…
જાણવા મળ્યા મુજબ મોરબી સબ જેલ સામે વણકર વાસ શેરી નં-૦૨ માં રહેતા હંસાબેન હિંમતભાઈ જાદવ (ઉ.વ-૩૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા-૧૧/૦૫/૨૦૨૫ ના સવારના આશરે પોણા સાતેક વાગ્યે હુ તથા અમારા વાસમા રહેતા (1) મંજુબેન લલીતભાઇ (2) કોમલબેન સુરેશભાઈ જાદવ (3) નીશાબેન દિનેશભાઇ જાદવ (4) ગીતાબેન જયંતીભાઇ જાદવ (5) કંચનબેન હીરાભાઈ જાદવ
(6) પાયલબેન કાંતીભાઈ પરમાર (7) લીલાબેન (8) ધારાબેન (9) કલીબેન (10) વર્ષાબેન (11) દક્ષાબેન (12) ચંદ્રીકાબેન (13) પુજાબેન (14) રમીલાબેન (15) લાભુબેન તથા (16) મારી દીકરી ક્રીષ્નાબેન હીંમતભાઇ જાદવ તથા બીજા માણસો અમારા કોંટ્રાક્ટર (કેટરસના) નીતીનભાઇ કણજારીયા સાથે એક સફેદ કલરની કેરી ગાડી જેના રજી નં GJ-36-V-8780 વાળીમાં બેસી મોરબીથી વાંકાનેર કુવાડવા રોડ ઉપર આવેલ ખીજડીયા ગામે ધાર્મીક કામ સારૂ જવા માટે નીકળેલા હતા વિરપર ગામ પાસે નરેશભાઈ પોતાના હવાલાવાળુ વાહનનુ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એકદમ બ્રેક મારતા ગાડી ડાબી બાજુ પલ્ટી ખાઈ જતા
મને કપાળના ભાગે ઇજા થયેલ, મંજુબેન લલીતભાઈને બન્ને હાથમાં, કપાળના ભાગે તથા છાતીના ભાગે છોલાયેલ અને બેભાન જેવા થઇ ગયેલ તથા મારી દીકરી ક્રીષ્નાને ડાબા હાથના ચારેય આંગળા વાહન નીચે આવી જતા છુંદાઇ ગયેલ તેમજ અમારી ભાણેજ પાયલબેનને ડાબા હાથમા ઇજા થયેલ તથા અમારી સાથે કેટરસમા કામ કરતી બહેનોને શરીરે નાની મોટી ઇજાઓ થયેલ ૧૦૮ એમ્બ્યુલન્સ આવી જતા એમ્બ્યુલન્સમાં બેસાડી મોરબી સરકારી દવાખાને સારવારમાં દાખલ કરેલ જેમાં મને, મંજુબેનને, મારી દીકરી ક્રીષ્નાને તથા મારી ભાણેજ પાયલને પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…