ટંકારા તાલુકાના 3460 ખેડૂતોને નુકસાન થયાનું પ્રાથમિક તારણ
વાંકાનેર: ખેતીવાડી વિભાગ દ્વારા મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના 346 ગામોમાં 29 ટિમ મારફતે કરવામાં આવી રહેલા પાક નુકશાની સર્વેમાં અત્યાર સુધીમાં 29347 ખેડૂતોને 33 ટકાથી વધુ નુકશાન પહોંચ્યાનું અને અંદાજે રૂપિયા 5344 લાખોનું નુકશાન થયાનું તેમજ 84 ગામોમાં સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો હોવાનું પ્રાથમિક અંદાજમાં જણાવવામાં આવ્યું છે…ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં મોરબી, માળીયા મિયાણા, વાંકાનેર,હળવદ અને ટંકારા તાલુકામાં ખરીફ સીઝનમાં કુલ 3,14,123 હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ઓગસ્ટ માસમાં થયેલા ભારે વરસાદને
કારણે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના તમામ 3,14,123 હેકટર જમીનમાં થયેલ વાવેતરમાં નુકશાન પહોંચ્યાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે….
જિલ્લામાં કુલ અસરગ્રસ્ત વિસ્તાર પૈકી અત્યાર સુધીમાં 58,414 હેકટર જમીનમાં જ સર્વે કરવામાં આવતા 33,616 હેકટર જમીનમાં 33 ટકાથી વધુ નુકશાન થતા ખેડૂતોને 5344 લાખ રૂપિયાની પાક નુકશાની ગઈ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. જો કે, ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિની સ્થિતિ જોતા તમામ ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આવનાર દિવસોમાં ખેડૂતોને નુકશાની અંગેના ફાઇનલ રિપોર્ટ બાદ સરકારના ધારાધોરણો મુજબ ખેડૂતોને નુકશાની સહાયની રકમ ચૂકવવા સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે…
વાંકાનેર તાલુકામાં 33 % થી વધુ નુકસાન 7142 ખેડૂતોને તથા ટંકારા તાલુકાના 3460 ખેડૂતોને થયાનું પ્રાથમિક તારણ છે. વધુ વિગત નીચે મુજબ છે…
તાલુકો વાવેતર નુકસાન (હે.) સર્વે થયેલ વિસ્તાર (હે.) 33 % થી વધુ નુકસાન નુકસાન લાખમાં ગામ ખેડૂતોની સંખ્યા સર્વે ટીમની સંખ્યા
વાંકાનેર 57629 57629 12642 7142 1091 101 9277 7
ટંકારા 40750 40750 4457 3460 578 42 2795 5