કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

NEET-2023ના પરિણામમાં વાંકાનેરની મોડર્ન સ્કૂલના 15-15 વિદ્યાર્થીઓએ મેળવ્યા 400 કરતા વધુ ગુણ

વાંકાનેર વિસ્તારમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને

M.B.B.S.માં પ્રવેશ અપાવતી ઘી મોડર્ન સ્કૂલ

વાંકાનેર વિસ્તારમાં અવિરત રીતે શ્રેષ્ઠ પરિણામની હારમાળા સર્જી મોડર્ન સ્કૂલે ઇતિહાસ રચી દીધો છે, જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ NEET-2023 માં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવી પોતાના આશાવાદી ભવિષ્ય માટે મેડીકલ / પેરા મેડિકલ જેવા ફિલ્ડમાં પ્રવેશ પાત્ર બની ઉજ્જવળ કારકિર્દી તરફ પાપા પગલી માંડી છે…

મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરતા 11-11 વિધાર્થીઓ આ વર્ષે MBBS માં પ્રવેશ મેળવશે, જેમાંથી મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારનાં ખેડુત પરીવારના બાળકો છે, તથા સ્કૂલમાંથી નીટની પરીક્ષામાં બેસનાર મોટાભાગના વિધાર્થીઓએ નીટ પરીક્ષા ક્વોલીફાઇ કરી MBBS/BDS/BAMS/BHMS પ્રવેશ પાત્ર થયેલ છે. શાળામાં પ્રથમ ક્રમે આવેલ ભોરણીયા મહંમદતાહીર, એ ભલગામ ગામના સામાન્ય ખેડુત પરીવારનો પુત્ર છે. જેના મોટાભાઇ ભોરણીયા રીયાઝ પણ વર્ષ 2021માં મોડર્ન સ્કૂલમા અભ્યાસ કરી હાલ જુનાગઢ GMERS મેડીકલ કોલેજમા અભ્યાસ કરે છે.

શાળામાં દ્વિતીય ક્રમે આવેલ માથકીયા યાસર જે પીપળીયારાજ હાઇસ્કૂલના પ્રિન્સીપાલશ્રી માથકીયા સાહેબનો પુત્ર છે. જેમના મોટા બહેન માથકીયા કૌનેનબાનુ પણ વર્ષ 2019માં મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરી હાલ જુનાગઢ GMERS મેડીકલ કોલેજમા અભ્યાસ કરે છે. આવી જ રીતે શાળામાં ત્રીજા ક્રમે આવેલ ચારોલીયા મહેર જે બ્રિલીયન્ટ સ્કૂલના સંચાલક અલીઅસગર સાહેબની પુત્રી છે. આ વર્ષે મોડર્ન સ્કૂલના 11-11 વિધાર્થીઓએ મેડીકલ ક્ષેત્રમાં પોતાની કેરીયર તરફ આગળ વધ્યા છે. NEET-2023 માં પરીક્ષામાં બેઠેલ તમામ વિદ્યાર્થીઓને આ તકે શાળામાંથી મળેલ જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન તેમજ માતા-પિતાના સહકારથી જ આ શ્રેષ્ઠ પરીણામ લાવી શકયા છે….

NEET-2023ની પરિક્ષામાં સફળ થનાર તમામ વિદ્યાર્થીઓને મોડર્ન સ્કૂલ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!