એક આરોપી મૂળ વાંકાનેર તાલુકાના પંચાસર ગામનો
ગાંજાનો જથ્થો ચોટીલા આણંદપર ચોકડી પાસેથી મેળવેલો
ટાઉન હોલ ગ્રાઉન્ડમાં રેઈડ દરમ્યાન રૂપિયા ૧૦,૭૨, ૬૫૦/- નો મુદ્દામાલ કબ્જે
આટલો બધો જથ્થો વાંકાનેરમાં મંગાવવામાં આવે: નશેડી કેટલા હશે?
વાંકાનેર: ગઈ કાલે અહીંના પુલ દરવાજા પાસે આવેલ ટાઉન હોલમાં પાર્ક કરેલ મારૂતિ અર્ટીગા કારમાંથી ગાંજો બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટીમ મોરબીએ પકડેલ તેમાં કુલ ચાર આરોપીઓના નામ ખુલેલ છે જેમાં એક આરોપી મૂળ રહેવાશી વાંકાનેર તાલુકાના પંચાસર ગામના હોવાનું ખુલ્યું છે…

આ કેસના આરોપી નંબર (૧) લલીતભાઇ ઉર્ફે લકકી હેમંતભાઇ ધામેચા (ઉ.30) રહે. હાલ નવા પ્લોટ, વાછડાદાદાના મંદિરની બાજુમાં, શાપર, તા. કોટડા-સાંગાણી, મુળ રહે. પંચાસર, તા: વાંકાનેર (૨) વિજયભાઈ સાગરભાઇ સારલા રહે. શાપર, તા: કોટડા-સાંગાણી વાળા ગેરકાયદેસર પોતાના કબજા ભોગવટાની મારૂતિ અર્ટીગા કાર રજીસ્ટ્રેશન નંબર GJ-04-DN-3804 કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦/- માં વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૦૭ કિલો અને ૧૮૩ ગ્રામ કિંમત રૂપિયા ૩,૫૯,૧૫૦/- નો મુદ્દામાલ 

આરોપી નંબર (૩) દરબાર (એફઆઈઆરમાં મોબાઇલ નંબર લખેલ છે- નામ લખેલ નથી) વાળા પાસેથી વેચાણથી લઈ આરોપી નંબર (૪) આકાશ ઓઝા ઉર્ફે કાનો રહે, વાંકાનેર વાળાને વેંચાણથી આપવા સારૂ પોતાના કબજામાં રાખી મોબાઇલ ફોન નંગ-૦૨ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- તથા રોકડ રૂપિયા ૩૫૦૦/- મળી કિંમત રૂપિયા ૧૦,૭૨, ૬૫૦/- ના મુદ્દામાલ સાથે રેઈડ દરમ્યાન આરોપી નંબર (૧) તથા (૨) પકડાઈ જઈ તથા આરોપી નંબર (૩) તથા (૪) હાજર નહી મળી આવી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો એન.ડી.પી.એસ, એકટની કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ નોંધાયો છે…

વધુમાં જાણવા મળેલ છે કે ગાંજાનો જથ્થો ચોટીલા આણંદપર ચોકડી પાસેથી કોઈ દરબાર શખ્સ પાસેથી લઇ વાંકાનેરના આકાશ ઓઝા ઉર્ફે કાનો ને વેચાણ આપવા સારુ કબ્જામાં રાખેલ હોવાનું ખુલ્યું છે…