કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જીયાણામાં પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને ધમકી

આંગણવાડીમાં 9,000 થી વધુની ભરતી થશે

આંગણવાડી ભરતીનું ફરી એક મોટું જાહેરનામું આવવાનું છે અને આ વખતે 9,000થી વધુ જગ્યાઓની તૈયારી ચાલી રહી છે. 2025ની 9,878 જગ્યાઓની ભરતી તો ઝડપથી પૂર્ણ થઇ ગઈ.આંગણવાડી ભરતી અંગેની જાહેરાત:
ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસે જાહેર મંચ પર જણાવ્યું કે ટૂંક સમયમાં 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી જાહેર થવાની છે. સરકારની આર્થિક સ્થિતિ મજબૂત હોવાથી ભરતી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક રહેવાની આશા છે.
ભરતી માટેની લાયકાત:
શૈક્ષણિક લાયકાત
આંગણવાડી કાર્યકર: 12 પાસ
આંગણવાડી તેડાગર: 10 પાસ
ઉંમર મર્યાદા
ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ
ઉચ્ચ ઉંમર મર્યાદા અધિકૃત જાહેરનામાંમાં જ સ્પષ્ટ થઈ શકે.અનુમાનિત માસિક પગાર:
આંગણવાડી વર્કર: ₹10,000
આંગણવાડી તેડાગર: ₹5,000
ડોક્યુમેન્ટ તૈયાર રાખજો :
લીવિંગ સર્ટિફિકેટ અથવા ધોરણ 10/12ની માર્કશીટ (જન્મતારીખ પુરાવા માટે)
સ્નાતક/અનુસ્નાતકના તમામ સેમેસ્ટરની માર્કશીટ (જો લાગુ પડે તો)
વિધવા પ્રમાણપત્ર (લાગુ પડે તો)
તેડાગર તરીકેનો અનુભવ પ્રમાણપત્ર (હોય તો)
સ્વ-ઘોષણા ફોર્મ (Self-Declaration)
રહેવાસી પ્રમાણપત્ર
ગ્રામીણ: પોતાના ગામમાં ઓછામાં ઓછી 1 વર્ષની રહેઠાણ
શહેરી: પોતાના વોર્ડમાં ઓછામાં ઓછી 1 વર્ષની રહેઠાણઅરજી અયોગ્ય ગણવાના કારણો:
કોઈ પોલીસ ફરિયાદ કે કોર્ટ દ્વારા સજા થયેલી હોય
નાદાર જાહેર કરાયેલા હોય
કોઇ સરકારી/સંસ્થામાંથી ફરજમુક્ત કરાયા હોય
એક જ આંગણવાડીમાં એક જ પરિવારનાં સભ્યો અરજી કરે
કોઇપણ સરકારી સંગઠન/ચુંટાયેલ પદ ધરાવતા હોય
જો આમાંથી કોઈ બાબત લાગુ પડે તો તમારી અરજી સાવ પ્રથમ જ રદ થઈ શકે છે.પસંદગીના ધોરણો:
પસંદગી 100% મેરીટ આધારિત રહેશે.
અકેડેમિક માર્ક્સ અને ડૉક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે પસંદગી થવાની શક્યતા વધારે છે.
લેખિત પરીક્ષા હોવાની શક્યતા ઓછી છે, પરંતુ અધિકૃત જાહેરાત જ અંતિમ રહેશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!