થાન તાલુકાના મોરથરા ગામે માવતરના ઘરે એક પરણીતાએ ઝેરી દવા પીધી છે…
જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના મોરથરા ગામે ચંપાબેન શક્તિભાઈ દુધરેજીયા (21) નામની પરણીતાએ માવતરના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા
તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની
કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ થાન પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે. પરિણીતાનું મૂળી તાલુકાના વડધરા ગામમાં સાસરું છે…