કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વિરપર ગામ પાસે ગાડી પલ્ટી ખાઈ જતા 15 થી વધુ મહિલાઓને ઈજાઓ

ટોલનાકા પાસે યુવાનની સામે માતા અને ભાણેજના મોત

નવું મોટર સાયકલ લઈને માટેલથી પરત ફરતા અકસ્માત

વાંકાનેર: પોતાની ભાણેજને એના મમ્મીએ નવું મોટર સાયકલ લઇ દીધું હોઈ તે લઈને માટેલ દર્શન કરી ઘરે પરત ફરતા વઘાસીયા ટોલનાકા પાસે અકસ્માતમાં રાજકોટના યુવાને મમ્મી તથા ભાણેજને ગુમાવ્યાનો ગમખ્વાર બનાવ બન્યો છે…
જાણવા મળ્યા મુજબ રાજકોટ સાપર- વેરાવળ હાઉસિંગ બોર્ડ, બજરંગ ફરસાણની બાજુમાં રહેતા પૂર્વેશ રમેશભાઈ પરમારે (ઉ.38) ફરિયાદમાં લખાવેલ છે કે તા: ૧૦/૦૫/૨૦૨૫ ના નવું એક્સેસ મોટર સાયકલ ખરીદેલ હોઇ માટેલ દર્શન કરીને રાજકોટ પરત ફરતા

હું, મારી પત્ની તથા બાળક અમારું મોટરસાયકલ લઈને વાંકાનેર ટોલનાકા નજીક પહોંચેલ ત્યારે મારી ભાણેજ રીક્કી તથા માતા એક્સેસ રજી નંબર GJ ૨૫ AF-૪૫૧૩ લઈને આગળ હતા ત્યારે વૃંદાવન હોટલ પાસેથી તેઓ નેશનલ હાઇવે પર ચડતા મોરબી બાજુથી આવતા ટ્રક રજી નંબર RJ 14 GL 8981 ના ચાલકે પોતાની ટ્રક પુરપાર ઝડપે ચલાવી રીક્કીના એક્સેસ મો.સા.ને ઠોકર મારી પછાળી દેતા જે

મારી પત્ની જોઈ જતા અમોએ અમારૂ મોટર સાયકલ ઉભું રાખી ત્યાં જતા મારી માતા ગુલાબબેનને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ અને રીક્કીને મોઢાના, નાક-કાનના ભાગેથી લોહી નીકળવાની ઈજા તથા ડાબો હાથ પગ ભાંગી ગયેલ જોવામાં આવેલ અને બંને બેભાન હોય જેથી ૧૦૮ માં વાંકાનેર સરકારી હોસ્પિટલ લાવતા ફરજના ડોક્ટર સાહેબે માતા તથા ભાણેજ મરણ ગયેલ જાહેર કરેલ હતા તો આ ઉપરોક્ત ટ્રક ચાલક વિરુધ્ધ ધોરણસર થવા મારી ફરિયાદ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!