સગીરાને નણદોય સાથે પ્રેમ સંબંધ હતો
વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતી સગીરાને પ્રેમ સંબંધ હોય પ્રેમી સાથે મોબાઈલ ફોન દીકરી વાત કરી રહી હતી


તેને તેની માતાએ પકડી હતી અને ત્યાર બાદ રાતના સમયે તે સગીરાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે સગીરાના માતા, પિતા અને બહેનની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણેયને જેલ હવાલે કરેલ છે


વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતા દિનેશભાઈ ગૌરીદાસ ગોંડલીયા જાતે બાવાજી (૪૪)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ રવિરામભાઈ ગોંડલીયા, સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને હિરલ મહેશભાઈ ગોંડલીયા રહે. બધા દિઘલીયા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે આરોપી મહેશભાઈ ગોંડલીયાની દીકરી રીંકલ મહેશભાઈ ગોંડલીયા (૧૬) ની હત્યા તેની માતા, પિતા અને બહેને કરેલ છે જે ગુનામાં


પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે આ બનાવમાં આરોપી બહેન હિરલ મહેશભાઈ ગોંડલીયા નણદોય રાહુલ કાપડીયા સાથે મૃતક સગીરા રીંકલ મહેશભાઈ ગોંડલીયાને પ્રેમ સંબંધ હતો અને તે તેની સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરતી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
