કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મોતિહારી એક્સપ્રેસ આજે અજમેર નહીં જાય

અજમેર ડિવિઝનમાં બ્રિજના મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે

રાજકોટ : ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં આવેલા બ્રિજ નંબર 545ના મેન્ટેનન્સ કામ અને પૂર્વ મધ્ય રેલવેના સમસ્તીપુર ડિવિઝનમાં નૉન-ઇન્ટરલોકિંગના કામને કારણે

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અજમેર ડિવિઝનમાં બ્રિજના મેન્ટેનન્સ

કામને લીધે પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ 13 જૂન એટલે કે આજથી તેના નિર્ધારિત રુટ મારવાડ-અજમેર-ફુલેરાના બદલે

ડાઈવર્ટ કરેલા રુટ વાયા જોધપુર-મેડતા-ડેગાના થઈ સમસ્તીપુર ડિવિઝનમાં તેના નિર્ધારિત રુટ નરકટિયાગંજ-બાપુધામ મોતિહારી-મુઝફ્ફરપુરના બદલે ડાઈવર્ટ કરેલા રુટ વાયા નરકટિયાગંજ-સિકટા-રક્સૌલ-સીતામઢી-મુઝફ્ફરપુર થઈને જશે. આ રૂટમાંથી બ્યાવર, અજમેર, બેતિયા, સગૌલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને

મહેસીનો સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય. આ દરમિયાન રેલવે તંત્ર દ્વારા મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Content Copying Forbidden !!

error: Content is protected !!