વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભીમજીભાઈ બેડવા (97242 55102) એ એક પ્રેસ નોટમાં જણાવેલ છે કે રાજ્યના મુખ્યમંત્રી અને જિલ્લાના અધિકારીઓને સંબોધી કરવામાં આવેલ રજૂઆતમાં જણાવેલ છે કે ઠીકરીયાળા ગામે વર્ષ ૨૦૧૦ મા તાલુકા લેન્ડ કમિટી દ્વારા મફત પ્લોટ મંજુર કરવામા આવેલ છે જેનો આજદિન સુધી કબ્જો આપવામાં આવેલ નથી. 

અહિ રહેતા અને પ્લોટના લાભાર્થીઓના ભારતીય બંધારણમા આપવામાં આવેલ આર્ટિકલ ૨૧ હેઠળ ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના બંધારણીય અને માનવ અધિકારોનું હનન થઇ રહ્યું છે. તેમજ તેઓને આવાસના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જેથી લાભાર્થીઓના હક અને અધિકાર તેમજ માનવ અધિકારોના રક્ષણ માટેની તાત્કાલિક કાર્યવાહી થવા પત્ર વિનંતી કરવામાં આવી છે

ઠીકરીયાળા ગામના મફત પ્લોટના લાભર્થીઓનું કહેવું છે કે તેઓને હજુ સુધી મફત પ્લોટનો કબ્જો કે કબ્જા પાવતી આપવામાં આવેલ નથી, મંજુર થયેલ આવાસ બનાવવા માટેના ઘરથાળના પ્લોટની ફાળવણી કરવામાં આવેલ નથી. આ મુદ્દે દિન ૩૦ મા મફત પ્લોટની સોંપણી કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહીની જાણ તેઓ લાભાર્થીને કરવા અને તેઓના બંધારણીય અને માનવ અધિકારોની સુરક્ષા કરવા પત્રમાં મુખ્યમંત્રી અને જિલ્લાના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરેલ છે. આગામી સમયમાં જો કાર્યવાહી કરવામાં નહિ આવે તો તમામ પરિવારો ભેગા મળી જિલ્લા કક્ષાએ ઉપવાસ આંદોલન કરવામાં આવશે એમ તેમણે જણાવેલ છે….
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
