પથીક સોફટવેરમાં એન્ટ્રી ન કરનાર ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો
ટંકારા: તાલુકાના બંગાવડીના યુવાનને અકસ્માતમાં અને ગજડીના એક શખ્સને બાઈક સ્લીપ થતા ઇજા થઇ છે તથા પથીક સોફટવેરમાં એન્ટ્રી ન કરનાર ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો નોંધાયો છે……
જાણવા મળ્યા મુજબ ટંકારાના બંગાવડી ગામે રહેતા જીતેન્દ્ર કરશનભાઈ પડાયા નામના ૩૬ વર્ષના યુવાનને ખીજડીયા ચોકડી પાસે મોટરસાયકલ અને કાર અકસ્માતમાં ઇજા પામેલ હાલતમાં મોરબીની સિવિલે સારવાર માટે લઇ જવામાં આવેલ હતા.
આધેડ સારવારમાં
ટંકારાના ગજડી ગામે રહેતા નવઘણભાઈ વડેયાને ગામ નજીકના નાલા પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજાગ્રસ્ત હાલતમાં અત્રે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવેલ હતા….
પથીક સોફટવેરમાં એન્ટ્રી ન કરનાર ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો
ટંકારાની લતીપર ચોકડી નજીક હરીઓમ કોમ્પલેક્ષ બીજો માળે કનૈયા ગેસ્ટમા પથીક સોફ્ટવેરનો યોગ્ય ઉપયોગ ન કરી કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ કનૈયા ગેસ્ટ હાઉસના સંચાલક સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન તપાસ કરતા ટંકારાની લતીપર ચોકડી નજીક હરીઓમ કોમ્પલેક્ષ બીજો માળે આવેલા આરોપી કનૈયા ગેસ્ટ હાઉસમાં પથીક સોફ્ટવેરનો યોગ્ય ઉપયોગ ન કરી રજીસ્ટરમાં એન્ટ્રી કરેલ પરંતુ પોતાની હોટલમાં આવેલ મુસાફરોની એન્ટ્રી પથીક સોફ્ટવેરમાં કરેલ ન હોય જેથી કનૈયા ગેસ્ટ હાઉસના સંચાલક આરોપી હઠાભાઈ રઘુભાઈ ઝાપડા (ઉ.વ.૩૮) રહે. ટંકારા જીવાપર શેરી તા. ટંકારાવાળાએ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….