હેન્ડ લોક કરેલું મોટર સાયકલ બાથરૂમ કરી પરત ફરતા નદારદ
વાંકાનેર: બાઉન્ટ્રીના પુલ પાસે રોડની સાઇડમાં મોટર સાયકલ પાર્ક કરી હેન્ડ લોક કરી બાથરૂમ જવા ગયેલ અને પરત ફરતા મોટર સાયકલ ક્યાંય જોવામા આવેલ નહી આથી વડોદ (તા: વઢવાણ) રહેતા એક શખ્સે ચોરીની ફરિયાદ લખાવી છે….
જાણવા મળ્યા મુજબ ફરીયાદમાં લખાવેલ છે કે હું લજાઇ ખાતે મલ્ટીલીપ પેકેજીંગ કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરું છે અને અમારી પાસે પોલીસ પટ્ટો હિરો મોટર્સનું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ જેના 
રજી. નં GJ-13-AQ-2125 સને 2020 નું મોડલ આશરે કિ.રૂ.૭૦,૦૦૦/- વાળું હતું, ગઇ તા.૧૯/૦૬/૨૦૨૫ ના વડોદ ગામથી લજાઇ આવવા નીકળેલ રાત્રીના નવેક વાગે વાંકાનેર બાઉન્ટ્રી વાળા પુલ પાસે રોડની સાઇડમાં 
મોટર સાયકલ પાર્ક કરી હેન્ડ લોક કરેલ અને બાદ હું બાથરૂમ જવા ગયેલ અને બાદ બાથરૂમ જઇને પરત ફરતા મોટર સાયકલ ક્યાંય જોવામા આવેલ નહી અને આજુબાજુમાં શોધખોળ કરતા પણ મોટર સાયકલ મળી આવેલ ન હતુ અને બાદ 
મેં આ બાબતે મારા મિત્ર કિષ્ણરાજસિંહ ઝાલાને જાણ કરતા તે પણ આવેલ અને અમોએ આજુબાજુમાં મોટર સાયકલની શોધખોળ કરેલ પરંતુ મળેલ નહી. પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

