ખેતરે વાવેલ કપાસને જોઈ પરત આવતા હતા
ટંકારા: તાલુકાના હરબટિયાળી ગામના ખેડૂત મોટર સાયકલ લઈને ખેતરે કપાસનુ વાવેતર કરેલ હોય જ્યા આંટો મારવા ગયેલ પરત આવતા હતા તે દરમ્યાન હાઇવે રોડ હરબટીયાળી ગામે રોડ ઉપર અશોક લેલન્ડ ટ્રક બંધ હાલતમાં રાત્રીના સમયે કોઇ આડસ મુક્યા વગર કે પાર્કિંગ લાઈટ કે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર ઉભો રાખતા તેની પાછળ મોટર સાયકલ ભટકાતા ઈજા થતા ચાલુ સારવાર દરમ્યાન મરણ ગયેલ છે…

જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના હરબટિયાળી ગામના ભાવેશ જસમતભાઈ મુછારાએ ફરિયાદ કરી છે કે ફરિયાદીના પિતાજીશ્રી તેમની માલીકીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નંબર GJ-36-AK-5074 વાળુ લઈને તેમના ખેતરે કપાસનુ વાવેતર કરેલ હોય જ્યા આંટો મારવા ગયેલ હોય અને ત્યાથી પરત ઘરે આવતા હતા તે દરમ્યાન મોરબી રાજકોટ હાઇવે રોડ હરબટીયાળી ગામ પટેલ સમાજની વાડી સામે રોડ ઉપર અશોક લેલન્ડ ટ્રક રજી નંબર GJ-03-BZ-1980 વાળો રોડ ઉપર બંધ હાલતમાં 

રાત્રીના સમયે કોઇ આડસ મુક્યા વગર કે પાર્કિંગ લાઈટ કે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર ભયંક ૨ અકસ્માત સર્જાય તે રીતે બેદરકારી પુર્વક ટ્રક ઉભો રાખતા જે ટ્રકની પાછળ આ કામના ફરીયાદીના પિતાજીનુ મોટર સાયકલ ભટકાતા મોઢાના ભાગે તથા ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજા થતા ચાલુ સારવાર દરમ્યાન મરણ જતા ગુન્હો બી.એન.એસ.કલમ-૧૦૬(૧), ૨૮૫ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭ મુજબ દાખલ થયો છે. પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
