ફરિયાદી PGVCL ના કર્મચારી
વાંકાનેર: અમરનાથ સોસાયટીમાં રાત્રીના મોટર સાયકલ ઘરની બહાર લોક મારી પાર્ક કરેલ હતુ બીજે દિવસે સવારના મોટર સાયકલ હતું નહીં, કોઈ અજાણ્યો શખ્સ લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવીથી ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર ખાતે PGVCL માં જુનીયર આસિસ્ટન તરીકે નોકરી કરતા મનસુખભાઇ ગોરધનભાઈ જોળીયા (ઉ.વ.૩૨) રહે, અમરનાથ સોસાયટી વાંકાનેર જી.મોરબી મુળ રહે- બાંભણીયા શેરી કળશા ગામ તા-મહુવા જી-ભાવનગર વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા-૦૧/૧૦/૨૦૨૫ ના રાત્રીના 
જમી પરવારી મારૂ મોટર સાયકલ રજી નંબર GJ-04-CS-2469 ઘરની બહાર લોક મારી પાર્ક કરેલ હતુ અને તા-૦૨/૧૦/૨૦૨૫ ના સવારના આશરે છ એક વાગ્યે પાર્ક કરેલ મોટર સાયકલ ઘર બહાર જણાયેલ નહી જેથી આજુબાજુ તપાસ કરતા મળી આવેલ નહી, 
સને-૨૦૧૭ ના મોડલનુ જેની કિ.રૂ.૨૫,૦૦૦/-વાળુ કોઇ અજાણ્યા ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અગર તો લોક તોડી ચોરી કરી લઇ ગયેલ છે, પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
