વાંકાનેર: વઘાસીયા ટોલનાકા સામે સોમાણી સેનેટરીના ક્વાર્ટર્સમાં રહેતા શખ્સનું હીરો હોન્ડા મોટર સાયકલ ચોરાયું છે…
જાણવા મળ્યા મુજબ રહે. હાલ વઘાસીયા ટોલ નાકા સામે સોમાણી સેનેટરી વાંકાનેર મુળ રહે-સોમલ ગામ તા-ગારીયાધર જી-ભાવનગર વાળા નાજાભાઈ મીઠાભાઈ પરમાર (ઉ.વ.૫૮) ફરીયાદમાં લખાવેલ છે કે છેલ્લા આશરે આઠેક મહીનાથી સોમાણી સેનેટરીમા મજુરી કામ
કરું છું, ગઇ તા.૦૪/૦૨/૨૦૨૫ના મારૂ હિરો સ્પ્લેન્ડર રજી નંબર GJ-04-EF-9790 વાળુ સોમાણી સેનેટરીના ક્વાટર્સમા મારા ઘર પાસે પાર્ક કરેલ હતુ અને હુ મારી રીક્ષા લઈને સવારે વહેલા ચારેક વાગ્યે વાંકાનેર ખાતે આવેલ હતો અને સવારે આશરે છ એક વાગ્યે મારા દિકરા પરેશનો ફોન આવેલ અને મને જણાવેલ કે અહી મો.સા નથી જેથી હુ સોમાણી સેનેટરી ના સર્વેટ ક્વાટર્સમા અમારૂ મો.સા પાર્ક કરેલ હતુ તે
જગ્યાએ જણાયેલ નહી જેથી આજુબાજુ બધાને પુછપરછ તથા તપાસ કરતા કોઈએ અમારૂ હિરો સ્પ્લેન્ડર જોયેલ નહી તેમજ મળી આવેલ નહી લાલ-કાળા પટ્ટા વાળા કલરનુ સને-૨૦૨૩ ના મોડલનુ જેની કિ.રૂ.૮૫,૦૦ ૦/-વાળુ કોઇ ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અગરતો લોક તોડી ચોરી કરી લઇ ગયેલ છે…