કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કોઠીના યુવાનનું મોટર સાયકલ ચોરાયું

કોઠીના યુવાનનું મોટર સાયકલ ચોરાયું

યુવાન મસાયખી મેમ્બરમાં દુકાન ધરાવે છે

વાંકાનેર: તાલુકાના કોઠી ગામના યુવાનનું વાંકાનેર તાલુકા શાળામાં પાર્કીગમાં પાર્ક કરેલ મોટર સાયકલ ચોરાઈ ગયેલ છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામના જફરૂદીનભાઇ અલીભાઇ શેરસીયા (ઉ.વ.૩૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે વાંકાનેર શહેરમાં ગ્રીનચોક મસાયખી મેમ્બરમા એસ.ટી.એ. એરકડીસ્નર નામની દુકાન છે, મેં મારા પિતાજી અલીભાઈ જીવાભાઇ શેરસીયાના નામ ઉપર એક હોન્ડા ડ્રીમ યુગા મોટર સાયકલ જેના રજી નંબર GJ-03-FL-1359 વાળુ સને-૨૦૧૩ માં ખરીદ કરેલ હતુ

ગઈ તા-૨૭/૦૩/૨૦૨૬ ના રોજ વાંકાનેર તાલુકા શાળામાં પાર્કીગમાં પાર્ક કરેલ અને મારે કામથી સિંધાવદ ગામ જવાનુ થતા પાર્ક કરેલ જગ્યાએ મોટર સાયકલ જોવામા આવેલ નહીં જેથી મે આજુબાજુ તપાસ કરતા મળી આવેલ ન હોય જેની કિ.રૂ.૨૫,૦૦૦/-વાળુ કોઇ અજાણ્યા ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી લઇ ગયેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!