બાઇકમાં ચાવી રાખી બીજી વસ્તુ લેવા જતા એટલી વારમાં ચોર કળા કરી ગયો
વાંકાનેર: મોરબી રહેતા અને કરિયાણાનો ધંધો કરતા શખ્સનું માટેલ રોડ પર આવેલ દુકાનેથી મોટર સાયકલ ચોરાયાની ફરિયાદ થઇ છે, મોટર સાયકલમાં ચાવી રાખી બીજી વસ્તુ લેવા જતા એટલી વારમાં કોઈ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ છે…

જાણવા મળ્યા મુજબ મોરબી રવાપર રોડ વૈભવ લક્ષ્મી-૦૨ મહાબલી હનુમાનજીના મંદિર પાછળ રહેતા અને કરિયાણાનો ધંધો કરતા પંકજભાઈ વશરામભાઈ ગાંભવા (ઉ.વ.૩૮) એ ફરીયાદમાં લખાવેલ છે કે, હું માટેલ રોડ અમરધામ મંદિર પાસે સનહાર્ટ સીરામીક સામે પ્રયાગ કોમ્પલેક્ષમાં રમેશભાઈ ગઢવીની આઈ શ્રી કર્ણીજ્યોત નામની દુકાન ભાડે રાખી કરિયાણાનો ધંધો કરું છું ગઇ તા.૨૪/૦૨/૨૦૨૬ ના

મારી કરિયાણાની દુકાનેથી મારે સ્વેલ સીરામીકમાં કરિયાણાની વસ્તુ દેવા માટે જવાનુ હોય મોટર સાયકલ રજી નં.GJ-36 -C-55105510 માં ચાવી રાખી જવા માટેની તૈયારી કરતો હતો કે ફરીવાર ફોનમાં બીજી વસ્તુ મંગાવતા મોટર સાયકલ ચાવી સાથે પાર્ક કરી અને દુકાનમાંથી કરિયાણાની વસ્તુ લઈને પરત જોતા મોટર સાયકલ જોવામાં આવેલ નહી જેથી આજુબાજુમાં તપાસ કરતા- કરાવતા મળેલ નહી કોઈ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જેની શોધખોળ કરતા મળેલ નથી પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી શરુ કરેલ છે…
