પેસેન્જરોને મળીને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી લીધી
વાંકાનેર: રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજીએ અહીંના રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈને સ્થળ પરની હકીકત જાણી હતી, મુલાકાત દરમ્યાન પેસેન્જરોને મળીને પડતી મુશ્કેલીઓ અંગે પણ માહિતી લીધી હતી તેઓશ્રી બે કલાક સુધી સ્ટેશન પર રોકાયા હતા …



વાંકાનેર રેલવે સ્ટેશન પર પીવાના પાણીના પરબોની સંખ્યા વધારવા, મીઠું પાણી મળી રહે, સ્ટેશન પર જ્યાં છાંયડા માટે પતરાના શેડ નથી, પરિણામે લોકોને તડકા, વરસાદમાં બેસવું પડતું હોઈ શેડનો વિસ્તાર વધારવા, ઉપરાંત વાંકાનેરને વિકલી ટ્રેનનો સ્ટોપજ મળે અને સ્ટેશન પર વાંકાનેરની આગવી ઓળખાણના હેરિટેજ સ્થળોનું ચિત્રીકરણના હોર્ડિંગ મુકવાની તેમણે જરૂરિયાત અનુભવી હતી અને ઘટતું કરવા ખાતરી આપી હતી, સાંસદ સાથે સ્ટેશન માસ્તર અને જીઆરપીનો સ્ટાફ જોડાયો હતો….
