મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડની સુવિધા મળે તેના માટે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને સરકાર દ્વારા મોરબી અને વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં સરકારની ૮૦-૨૦ ની યોજના મુજબ રોડના કામ કરવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે; જેથી કરીને હવે ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડ રસ્તા બનશે.
મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મોરબી અને વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડ બને તેના માટે સરકારમાં રજૂઆત કરી હતી, જેથી કરીને મોરબીના સીરામીક સહિતના ઉદ્યોગ જે વિસ્તારમાં આવેલ છે; ત્યાના આંતરિક રસ્તા અને મુખ્ય રસ્તા સારી ગુણવતાવાળા બને તેના માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી ૨૦૨૦ અંતર્ગત ઉદ્યોગોને જોડતા રસ્તાઓ માટે ૮૦-૨૦ ની જે યોજના છે, તેમાં આ બંને તાલુકાનો સમાવેશ કરી લેવામાં આવેલ છે. જેથી કરીને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા કરવામાં આવેલ રજૂઆતના લીધે હવે ઓદ્યોગીક વિસ્તારમાં સારા રોડ બનશે.