જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડે નહિ તે માટે થઈને દર મહિને હથિયારબંધી સહિતના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તેની અમલવારી સ્થાનિક પોલીસ દ્વારા કરાવવાની હોય છે, ત્યારે ગઈકાલે વાંકાનેરમાં છરી સાથે શખ્સ ઝડપયો તો જેથી કરીને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી મુકેશભાઈ જયંતીભાઈ માલકીયા જાતે કોળી (20) રહે. રાજાવડલા રોડ, મોડર્ન સ્કૂલ પાસે વાંકાનેરની ધરપકડ કરેલ છે.