કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પાલિકા ચૂંટણી: 32 આગેવાનોએ ફોર્મ ઉપાડયા

ભાજપ પાસે 102 આગેવાનો દ્વારા ટિકિટ માંગણી

વાંકાનેર: નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ગઈ કાલે ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્ર ભરવાનો પ્રથમ દિવસ હતો ત્યારે આ નગરપાલિકામાં કુલ મળીને 32 જેટલા આગેવાનો ઉમેદવારી ફોર્મ લઈ ગયેલ છે. પરંતુ પહેલા દિવસે નગરપાલિકામાં એક પણ ફોર્મ ભરાયેલ નથી…

વાંકાનેર નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકોનો સમાવેશ થાય છે અને ગઈ કાલ ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે કુલ મળીને 32 આગેવાનો ઉમેદવારી પત્રો લઈ ગયેલ છે, પ્રથમ દિવસે વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે એક પણ આગેવાન દ્વારા તેનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું નથી તેવું જાણવા મળેલ છે…

વાંકાનેર પાલિકાની બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે વાંકાનેર પાલિકાની કુલ મળીને 7 વોર્ડની 28 બેઠક માટે કુલ મળીને 102 આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવી હતી અને નિરીક્ષકો પાસે ટિકિટની દાવેદારી કરવામાં આવી હતી. જેમા વોર્ડ નંબર 1 માંથી 22, વોર્ડ નંબર 2 માંથી 14, વોર્ડ નંબર 3 માંથી14, વોર્ડ નંબર 4 માંથી 1, વોર્ડ નંબર 5 માંથી 16, વોર્ડ નંબર 6 માંથી 22, વોર્ડ નંબર 7 માંથી13 આગેવાનો દ્વારા નિરીક્ષકો પાસે ટિકિટની માંગણી કરવામાં આવેલ છે. નિરીક્ષકો તરીકે વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, ભાવનગર જિલ્લા ભાજપના પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા અને મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!